ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષોમાં ચહલ પહલ જોવા મળી રહી છે. જેમાં પણ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં હજી ગઈકાલે જ મંત્રીમંડળમાં ફેરફાર જોવા મળ્યો હતો જે પછી આજે વધુ એક ફેરફાર જોવા મળ્યો છે. જેમાં આજરોજ સિનિયર નેતાઓનો કોર કમિટીમાં સમાવેશ કરાયો છે.
સિનિયર નેતાઓનો કોર કમિટિમાં સમાવેશ
કોર કમિટીમાં 6 સિનિયર નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કોર કમિટીમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત બોધરાની એન્ટ્રી થઇ છે. તો આર.સી.ફળદુ અને ભારતીબેન શિયાળનો પણ સમાવેશ થયો છે. આ પહેલા કોર કમિટીમાં 12 સભ્યો હતા. સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાધાણી, શંકર ચૌધરી, ગણપત વસાવા, રંજન બેન ભટ્ટ અને 5 મહામંત્રીઓનો કોર કમિટીમાં સમાવેશ થયો હતો.
કોર કમિટીમાં સૌરાષ્ટ્રના પ્રતિનિધિત્વને વધુ મજબુત કરવામાં આવ્યુ છે. અત્યાર સુધીની કોર કમિટીમાં પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, શંકર ચૌધરી ગણપત વસાવા, રંજનબેન ભટ્ટ, અને પાંચ મહામંત્રીઓ હતા. તેમા હવે પાંચ નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ ચૂંટણીને જોતા જ આ કોર કમિટીનું કદ વિસ્તારવામાં આવ્યુ છે, જેમા જાતિગત સમીકરણો અને સિનિયોરિટીને પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવી છે. અને 5 નવા ચહેરાઓનો ડિસિઝન મેકિંગ ઓથોરિટીમાં સમાવેશ કરાયો છે. આ 18 સભ્યોની કોર કમિટી ચૂંટણી સુધી કાર્યરત રહેશે.
આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં 2 મોટા ફેરફાર
ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાતની મુલાકાતે આવેલા છે. ત્યારે તેમણે ગાંધીનગરમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સાથે મુલાકાત કરી હતી. કમલમ ખાતે પણ બી.એલ.સંતોષના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં કોર કમિટીના સભ્યો સાથે મંથન કરાયું હતું. ત્યારે હવે વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપની કોર કમિટીમાં પણ મોટો ફેરફાર કરાયો છે.