સ્પોર્ટસ

દીપક હુડ્ડા ધીમી બેટિંગ છતાં સાબિત થયો ટીમ ઈન્ડિયાનો ‘લકી ચાર્મ’

Text To Speech

ભારતીય ટીમનો ઝિમ્બાબ્વે પ્રવાસ સફળ રીતે આગળ વધી રહ્યો છે. જેના કારણે ટીમ ઈન્ડિયા મજબૂત રીતે નવા ખેલાડીઓની ઓળખ થઈ રહી છે . જેમાં પણ મિડલ ઓર્ડરમાં બેટ્સમેન દીપક હુડ્ડાએ બીજી વનડેમાં 36 બોલમાં 25 રનની ધીમી ઈનિંગ રમી હતી તે છતાં તેને ટીમ ઈન્ડિયા માટે લકી ચાર્મ સાબિત થયો છે અને સાથે જ અનોખો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

જીતનો લકી ચાર્મ

જો કે આ માટેનું ખાસ કારણ એ છેકે જ્યારથી દીપક હુડ્ડાને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં જે પણ મેચમાં એક પણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો નથી. હવે તેના નામે સતત 16 જીતનો રેકોર્ડ છે. કોઈપણ ખેલાડી માટે આ અનોખો રેકોર્ડ છે. હુડ્ડાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાની પ્રથમ ટી20 મેચ રમી હતી. ત્યારથી લઈને આજ સુધી તે 9 ટી20 મેચોમાં ટીમ ઈન્ડિયાનો ભાગ રહ્યો છે અને તમામમાં ટીમ જીતી છે. આ સિવાય ટીમ ઈન્ડિયાએ 7 ODI રમી જેમાં દીપક હુડ્ડા ટીમનો ભાગ હતો અને ટીમ જીતી હતી.

આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કર્યા પછી સતત જીત:

16*- દીપક હુડા (ભારત)
15- સાત્વિક નદીગોટલા (રોમાનિયા)
13- ડેવિડ મિલર (દક્ષિણ આફ્રિકા)
13- શાંતનુ સિનિયર (રોમાનિયા)
12- કે. કિંગ (વેસ્ટ ઈન્ડિઝ)

અગાઉ કયા ખેલાડીઓ હતા યાદીમાં

આ સાથે જ દીપક હુડ્ડાએ ને આજ સુધી એક પણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો નથી. આ અગાઉ રોમાનિયાના ખેલાડી સાત્વિક નાદિગોટલાની સતત 15 જીતને પાછળ છોડી દીધી છે. આ સિવાય દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલર અને રોમાનિયાના શાંતનુ વશિષ્ઠના નામે સતત 13 જીતનો રેકોર્ડ છે. જે યાદીમાં દીપક હુડ્ડા ટોપ પર પહોંચી ગયો છે.

ઝિમ્બાબ્વે સામેની મેચમાં હુડ્ડાએ બોલિંગની સાથે સાથે બેટમાં પણ પોતાનો હાથ બતાવ્યો હતો. તેની 25 રનની ઇનિંગ ઉપરાંત તેણે એક વિકેટ પણ લીધી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ ભારતીય ટીમ સામે 162 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેને ભારતે 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી સંજુ સેમસને અણનમ 43 રનની ઇનિંગ રમી હતી. આ સતત 7મી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને ઓલઆઉટ કર્યું છે.

આ પણ વાંચો : એશિયા કપમાંથી પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી આઉટ, પૂર્વ કેપ્ટને આપી આ ચોંકાવનારી પ્રતિક્રિયા

Back to top button