શૈક્ષણિક ક્ષેત્ર દેશની આન,બાન અને શાન ગણાતી IIT ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી હવે સમગ્ર દુનિયામાં પોતાનો ડંકો વગાડશે. પોતાના ગુણવત્તાસભર શિક્ષણ માટે જાણીતી IIT દુનિયાના 7 જેટલાં દેશમાં હવે પોતાના કેમ્પસ ખોલવા જઈ રહ્યું છે. જેમાં બ્રિટન, સંયુક્ત અરબ અમીરાત, ઈજિપ્ત, સાઉદી અરેબિયા, કતાર, મલેશિયા અને થાઈલેન્ડ દેશનો સમાવેશ થયા છે. હવે ટૂંક સમયમાં જ IITનુ ગ્લોબલ વિસ્તરણ થશે અને દુનિયાભરમાં લોકો તેમાં પ્રવેશ મેળવી શકશે.
આ દેશ માપદંડો પર ખરા ઉતર્યા
આ અંગેની દેશમાં એક ખાસ સમિતિ બનાવવામાં આવી હતી. જેમાં સાત દેશોમાં IIT ના ‘ઈન્ડિયન ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી’ના બ્રાન્ડ નામથી ખોલવાની સલાહ આપી છે. IIT કાઉન્સિલ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડો કે રાધાકૃષ્ણનની નેતૃત્વવાળી 17 સભ્યની કમિટીએ શિક્ષણ મંત્રાલયને મોકલેલા પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે આ સાતેય દેશો અમુક મુખ્ય માપદંડોમાં ઉચ્ચ સ્થાને છે. આ માપદંડોમાં રૂચિ અને પ્રતિબદ્ધતાનુ સ્તર, શૈક્ષણિક પેઢી, ગુણવત્તાસભર શિક્ષકો અને વિદ્યાર્થીઓને આકર્ષિત કરવા માટે અનુકૂળ તંત્ર, નિયમનકારી જોગવાઈઓ અને ભારતના બ્રાન્ડિંગ અને સંબંધોને વધારવા માટે સંભવિત લાભ સામેલ છે.
બ્રિટનની 6 યુનિવર્સિટી પાસેથી નક્કર પ્રસ્તાવ મળ્યા
કમિટીએ આ રિપોર્ટ 26 દેશોમાં સ્થિત ભારતી મિશનોથી પ્રાપ્ત ફીડબેકના આધારે તૈયાર કર્યો છે. આ માટે વિદેશ મંત્રાલયે 2 ફેબ્રુઆરી અને 28 માર્ચએ આ મિશનોના અધિકારીઓની સાથે વર્ચ્યુઅલ બેઠકોની વ્યવસ્થા કરી હતી. જેમાં ઈકોનોમિક ડિપ્લોમેસી સેક્શનના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. જેના તમામ માપદંડો પર IIT ખરી ઉતરી ત્યાર બાદ જ પરવાનગી આપવામાં આવી છે.
બ્રિટનમાં ભારતીય હાઈ કમિશન પાસેથી પ્રાપ્ત ઈનપુટમાં કહેવામાં આવ્યુ છે કે આઈઆઈટી ગ્લોબલ કેમ્પસમાં સહયોગ માટે બ્રિટન તરફથી 6 નક્કર દરખાસ્ત મળી છે. આ પ્રસ્તાવ યુનિવર્સિટી ઓફ બર્મિંઘમ, કિંગ્સ કોલેજ લંડન, યુનિવર્સિટી ઓફ એક્સેટર, યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ, યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ અને યુનિવર્સિટી કોલેજ ઓફ લંડન તરફથી આવ્યા છે.
આ પણ વાંચો : WhatsApp લાવી રહ્યું છે એક શાનદાર ફીચર