અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર કે એસ ચૌધરીનું સારવાર દરમ્યાન એપોલો હોસ્પિટલમા સવારે મોત થયું છે. એકાદ પખવાડિયા પહેલા તેઓને કોરોના અને ન્યુમોનિયાની બીમારી સાથે થઇ હતી જે બાદ તબિયત વધુ લથડતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું નિધન થયું છે. જેને પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
છેલ્લા 15 દિવસથી PI કે એસ ચૌધરી બેભાન અવસ્થામાં હતા
પોલિસ ઈન્સપેકટર કે એસ ચૌધરીનું થોડાક મહિના પહેલા ખોખરા પોલીસ ખાતે બદલી થઇ હતી. જે બાદ તેઓને થોડા સમય પછી કોરોના થયો હતો. કોરોના પોઝિટીવનો રિપોર્ટ આવતા જ પીઆઈ કે એસ ચૌધરીને સારવાર અર્થે અપોલો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની દોઢ વર્ષથી સારવાર ચાલતી હતી જો કે દિવસેને દિવસે તેમની તબિયત લથડતી જતી હતી.છેલ્લા 15 દિવસથી તો તેઓ બેભાન અવસ્થામાં હતા. જે બાદ તેઓએ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. મિલનસાર સ્વભાવ અને હંમેશા કર્તવ્યનિષ્ઠા સાથે ફરજ બજાવતા અધિકારીની અણધારી વિદાયથી સૌ કોઈ સ્તબ્ધ બની ગયું છે. ઈન્સપેકટર કે એસ ચૌધરીની અંતિમ વિધિ તેમના વતન બનાસકાંઠામાં કરવામાં આવશે