આ ફેમસ અભિનેત્રીએ છોડી ઇન્ડસ્ટ્રી, સંસાર છોડી લીધો સન્યાસ
ટીવી એક્ટ્રેસ નૂપુર અલંકારે લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું છે. હવે નૂપુરે ટીવી ઇન્ડસ્ટ્રી છોડી દીધી છે. આટલું જ નહીં, નૂપુરે સંન્યાસ લઈ લીધો છે. નૂપુરે 27 વર્ષ સુધી ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. નૂપુરે ભગવા વસ્ત્ર ધારણ કર્યાં છે, માથા પર ચંદન અને ગળામાં રુદ્ગાક્ષની માળા પહેરી છે. નૂપુરે આ વર્ષે ફેબ્રુઆરીમાં સંન્યાસ લીધો હતો. તે ધાર્મિક સ્થળ ફરવામાં તથા જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં વ્યસ્ત હતી. નૂપુરે કહ્યું હતું કે તેને હંમેશાંથી અધ્યાત્મ પ્રત્યે લગાવ હતો, આથી જ હવે તે પૂરી રીતે અધ્યાત્મને સમર્પિત છે. સિને તથા ટીવી આર્ટિસ્ટ એસોસિયેશનનો આભાર માન્યો હતો. તેણે અહીં કમિટી મેમ્બર તરીકે કામ કર્યું હતું.
અભિનેત્રીએ ભગવો કર્યો ધારણ
નુપુર મુંબઈ છોડીને હવે હિમાલય તરફ જઈ રહી છે. તેણી કહે છે, “આ ખરેખર એક મોટું પગલું છે. હિમાલયમાં રહેવાથી મને મારી આધ્યાત્મિક યાત્રામાં વધુ મદદ મળશે. તે અભિનય કરવાનું બિલકુલ ચૂકતી નથી. તે કહે છે, ‘મારા જીવનમાં હવે ડ્રામાનું કોઈ સ્થાન નથી’. તેણે કહ્યું, ‘ડિસેમ્બર 2020માં મારી માતાના અવસાન પછી મને સમજાયું કે હવે મારી પાસે ગુમાવવા માટે કંઈ નથી. હું બધી અપેક્ષાઓ અને ફરજોથી મુક્ત છું. વાસ્તવમાં મારી નિવૃત્તિમાં વિલંબ થયો કારણ કે તાલિબાનોએ દેશ પર કબજો જમાવ્યો ત્યારે મારો સાળો (કૌશલ અગ્રવાલ) અફઘાનિસ્તાનમાં અટવાઈ ગયો હતો.
પતિનો પણ છોડ્યો સાથ
નૂપુરે પતિનો સાથ પણ છોડી દીધો છે. તેણે 2002માં અલંકાર શ્રીવાસ્તવ સાથે લગ્ન કર્યા હતા. નૂપુરે પતિ અંગે વાત કરતાં કહ્યું હતું કે તેમને ખ્યાલ છે કે તે ક્યાં જાય છે. જોકે મેં તેમને એકવાર સંન્યાસ લેવાની વાત કરી હતી. તેમણે ત્યારે જ તેને ફ્રી કરી દીધી હતી. તેમના પરિવારે તેના આ નિર્ણયનો સ્વીકાર કર્યો છે. તે અલંકારને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવે છે. જ્યાં સુધી તે લગ્નજીવનમાં રહી ત્યાં સુધી તે સારું રહ્યું હતું. હવે તેઓ સાથે નથી અને તેમણે અલગ થવા માટે કોઈ કાયદાકીય પ્રોસેસ કરી નથી.
હવે ખર્ચાની કોઈ ચિંતા નથી: અભિનેત્રી
નૂપુરે પોતાની લાઇફસ્ટાઇલ અંગે વાત કરતાં કહ્યું હતું કે જ્યારે તે શોબિઝમાં હતી ત્યારે તેને લોકપ્રિયતા તથા સફળતાની ચિંતા હતી. આજે હવે તેને શાંતિ છે. તે જમીન પર સૂવે છે અને એક ટાઇમ જમે છે. તે દિવસમાં એક કાચું પપૈયું તથા સફરજન લે છે. તેની પાસે ચાર જોડી કપડાં ને એક જોડી ચંપલ છે. તેને હવે ખર્ચની ચિંતા નથી. તેણે બધું ભગવાન પર છોડી દીધું છે.
49 વર્ષીય અભિનેત્રીએ 150થી વધુ ટીવી શોમાં કામ કર્યું છે. તેમાં ‘શક્તિમાન’, ‘ઘર કી લક્ષ્મી બેટીયાં’, ‘દિયા ઔર બાતી હમ’ વગેરે છે. આ સિવાય તેણે ‘રાજા જી’, ‘સાવરિયા’ અને ‘સોનાલી કેબલ’ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.