સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી. આજે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો રાજ્યમાં અન્ય જિલ્લાઓની જો વાત કરીએ તો પોરબંદર, જૂનાગઢ, જામનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં પણ વરસાદ થઈ શકે છે. તેમજ કચ્છ, દ્વારકા, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.. સાથે જ ભાવનગર અને બોટાદમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે.
ગત રોજ 140 તાલુકામાં વરસ્યો વરસાદ
ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાજ્યમાં એક જ દિવસમાં 140 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. પંચમહાલના જાંબુઘોડામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ડભોઈ, સંખેડામાં પણ એક થી સવા ઈંચ વરસાદ વરસ્યો. મહુવા, વઘઈ, વાલોદ, મહેસાણામાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો. બોડેલી, બારડોલી, ડેડિયાપાડા, ગણદેવીમાં પણ અડધા ઈંચ જેટલો વરસાદ વરસ્યો.