ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

CM ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં 2 મોટા ફેરફાર

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારે બે કેબિનેટ મંત્રીઓ પાસેથી ખાતા પાછા લઈ લેવામાં આવ્યા છે. મહેસુલ વિભાગનો હવાલો રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી હવાલો લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોંપ્યો છે. તો પૂર્ણેશ મોદી પાસેથી લઈને ઉધોગ રાજ્ય મંત્રી જગદીશ પંચાલને સોંપ્યો હોવાનું સામે આવ્યું છે.

Rajendra trivedi and Purnesh modi
Rajendra trivedi and Purnesh modi

કોને સોંપાયો વધારાનો ચાર્જ ?

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને વધારાનો ચાર્જ સોંપાતા મહેસૂલ વિભાગ સોંપવામાં આવ્યો છે, જ્યારે જગદીશ પંચાલને માર્ગ મકાન ખાતુ સોંપવામાં આવ્યું છે.

cm bhupendra patel
cm bhupendra patel

ભૂપેન્દ્ર પટેલ સરકારની નવી ટીમના મંત્રીઓએ થોડા સમય પહેલા મંત્રીપદના શપથ લીધા હતા. જેમાં સૌપ્રથમ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલે એકસાથે શપથ લીધા હતા. ત્યારબાદ કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુન સિંહ ચૌહાણે પણ કેબિનેટ મંત્રી તરીકે એકસાથે શપથ લીધા હતા. 10 કેબિનેટ કક્ષાના અને 14 રાજ્યકક્ષાના મંત્રીઓએ નવી સરકારમાં શપથ લીધા હતા અને તેમને વિભાગોની વહેંચણી કરવામાં આવી હતી.

Back to top button