રાજસ્થાનના જોધપુરમાં મોડી રાત્રે ઝંડા-લાઉડસ્પીકરને લઈને ભારે હોબાળો થયો હતો, જે દિવસે વકર્યો છે. ઈદની સવારે ફરી પથ્થરમારો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે, જે બાદ પોલીસે લાઠીચાર્જ પણ કર્યો છે. સોમવારે રાત્રે જ જોધપુર શહેરના જાલોરી ગેટ ચોક પર ઈદની પૂર્વ સંધ્યાએ ભારે હોબાળો થયો હતો. હવે ફરી તે જ જગ્યાએ પથ્થરમારો થયો છે, જે બાદ પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો છે.
આ પહેલા પણ ઉપદ્રવિઓનો સામનો કરવા માટે પોલીસને લાઠીઓ ચલાવવાની ફરજ પડી હતી, તેમજ ટીયર ગેસના સેલ પણછોડવા પડ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લા અને શહેરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે અને સંવેદનશીલ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરી દેવાયા છે.
શું છે ઘટના?
શહેરના જાલોરી ગેટ ચોકમાં સ્વતંત્રતા સેનાની બાલમુકુંદ બિસ્સાની મૂર્તિ પર ઝંડો લગાડવા અને સર્કલ પર ઈદને લગતા બેનર લગાડવા અંગે વિવાદ શરૂ થયો હતો. આ ઉપરાંત ઈદની નમાઝને લઈને ચોક સુધી લાઉડસ્પીકર લગાડવાને લઈને નારાજ થયેલા લોકી ભીડ એકઠી થઈ ગઈ હતી.
આ દરમિયાન હિન્દુ લોકોએ સૂત્રોચ્ચાર કરતા ઝંડા-બેનર હટાવ્યા હતા. આ દરમિયાન તેનો વિરોદ પણ થયો. તો બીજી બાજુ મુસ્લિમો પણ સક્રિય થઈ ગયા અને ચોકમાં પડેલી અનેક ગાડીઓના કાચ તોડી નાખ્યા. જે બાદ પથ્થરમારો પણ થયો. ભીડે લગાડવામાં આવેલા લાઉડસ્પીકરને ઉતારી દીધા. તો આ ઘટના પર કાબૂ મેલવવા માટે પોલીસ ફોર્સને બળ પ્રયોગ કર્યો હતો.
પોલીસે જાલોરી ગેટ પરથી ઈદગાહ રોડ પર ટીયર ગેસના સેલ છોડ્યા. જોતજોતમાં મોટી સંખ્યામાં મોટી સંખ્યામા લોકો એકઠા થઈ ગયા. બંને પક્ષના લોકો ભેગા થઈ ગયા. પોલીસે મોડી રાત્રે સમગ્ર વિસ્તારને ખાલી કરાવ્યો હતો.
ઈન્ટરનેટ બંધ
આ અથડામણ બાદ જિલ્લા અને શહેરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે. અધિકારીએ કહ્યું કે કાયદો વ્યવસ્થાને જોતા જિલ્લામાં 3 મેની રાત્રે 1 વાગ્યાથી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે.
પત્રકારોને પણ માર માર્યો
આ દરમિયાન મીડિયાકર્મીઓ સાથે પોલીસનો વિવાદ થયો. પોલીસે પત્રકારોને પણ અડફેટે લેતા લાઠીઓ મારી હતી. જેના કારણે એક પત્રકાર ઈજાગ્રસ્ત થયો છે. પત્રકાર પોલીસની કાર્યવાહીના વિરોધમાં પોતાનો વિરોધ વ્યક્ત કરવા રસ્તા પર જ ધરણાં પર બેસી ગયા છે.
બીજી વખત હથિયારોને લઈને આવ્યા લોકો
આ દરમિયાન ઈદગાહ રોડ ફરી લોકો એકઠાં થઈ ગયા અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે ત્યારે આ ઉપદ્રવિઓને કાબૂમાં લેવા ફરી ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હાલ પણ વિસ્તારમાં તણાવ જોવા મળી રહ્યો છે. પોલીસે RAC તહેનાત કરી દીધી છે. તો ઘટનાસ્થળે DCP ઈસ્ટ અને વેસ્ટ સહિતના અધિકારીઓ પહોંચી ગયા છે.