ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

સિસોદિયાનું નવું નામ ‘MONEY SHH’ !, જાણો-કોણે રાખ્યું આ નામ ?

Text To Speech

CBIના દરોડા બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને PM મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. સિસોદિયાની પ્રેસ કોન્ફરન્સ બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તેમના પર પલટવાર કર્યો છે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, શરાબ નીતિ અંતર્ગત થયેલા ભ્રષ્ટાચાર મામલે મનીષ સિસોદિયાને ભલે આરોપી બનાવાયા હોય પરંતુ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે.

મનીષનું નામ હવે ‘MONEY SHH‘હશે-અનુરાગ

અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, ‘અમે અરવિંદ કેજરીવાલને પડકાર આપીએ છીએ કે તેઓ 24 કલાકની અંદર મીડિયા સામે આવે અને આ મામલે જવાબ આપે. મનીષ હવે પોતાનું નામ બદલશે. તેમનું નામ મનીષના બદલે હવે ‘MONEY SHH’ હશે.’ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રીની સાથે મનોજ તિવારી અને આદેશ ગુપ્તા પણ હાજર હતા.

BJP PRESS
BJP PRESS

સિસોદિયાએ મીડિયા સામે કૌભાંડનો સ્વીકાર કર્યો-અનુરાગ

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, શરાબ કૌભાંડમાં સીબીઆઈના દરોડા બાદ મનીષ સિસોદિયાના હાવભાવ, ચહેરાનો રંગ બધું જ ઉડી ગયું હતું. તેઓ પત્રકારોના સવાલોના જવાબ નહોતા આપી શકતા. તેમણે પોતે કહ્યું હતું કે, શરાબ કૌભાંડની ચિંતા ન કરો. મતલબ કે તેમણે પીસી દરમિયાન કૌભાંડ થયું છે એ સ્વીકાર્યું.

આ સાથે જ કેજરીવાલને એવો સવાલ કર્યો હતો કે, જો તમારી શરાબ નીતિ બરાબર જ હતી તો એને પાછી કેમ લીધી. શરાબ નીતિમાં ભ્રષ્ટાચાર દેખાયો એટલે કેજરીવાલે તે નીતિ પાછી ખેંચી લીધી.

બ્લેક લિસ્ટેડ કંપનીઓને દારૂ વેચવાનો પરવાનો કેમ મળ્યો?

અનુરાગ ઠાકુરે દિલ્હીના મુખ્યમંત્રીને ઉદ્દેશીને સવાલ કર્યો હતો કે, મેન્યુફેક્ચરિંગ કંપનીઓને દારૂ વેચવા માટેની મંજૂરી શા માટે અપાઈ. 25મી ઓક્ટોબરના રોજ જ્યારે આબકારી વિભાગે બ્લેક લિસ્ટેડ કંપનીઓ સામે સવાલ કર્યા તો પણ તેમને દારૂના વેચાણની મંજૂરી શા માટે આપી. કેબિનેટ વગર જ શરાબ માફિયાઓના 144 કરોડ શા માટે માફ કરાયા? સરકાર શરાબ માફિયાઓ માટે આટલી રહેમદિલ શા માટે છે? મનીષ સિસોદિયા સવાલોથી આટલા દૂર શા માટે ભાગી રહ્યા છે?

Back to top button