સુરતના એડવોકેટ મેહુલ બોઘરા ઉપર TRB જવાન દ્વારા કરવામાં આવેલા હુમલાના પગલેે ખળભળાટ મચી ગઈ હતી. રાજયમાં ચકચાર માંચાવી દેનારા કેસમાં આરોપી TRB જવાન સાજન ભરવાડને આજે શનિવારે કોર્ટમાં રજુ કરાયો હતો. કોર્ટે TRB જવાન સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
એડવોકેટ મેહુલ બોઘરાના સમર્થક વકીલો અને સાજન ભરવાડના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું
મળતી માહિતી અનુસાર આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપી TRB જવાનને સુરત કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. અને સાજનને ફાસ્ટટ્રેક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ પરિસરમાં સાજન ભરવાડના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તે સમયે વકીલો અને સાજનના સમર્થકો સામસામે આવી ગયા હતા જેથી બંને સમૂહો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. વકીલોએ સાજન ભરવાડ હાય હાયના નારા લાગાવ્યા હતા. જ્યારે સાજ્ન ભરવાડના સમર્થકોએ સાજનભાઈ જીંદાબાદના નારા લગાવ્યા હતા. જેને લઈને કોર્ટ પરિસરનો માહોલ ગરમાયો હતો.