એક જ પરિવારના સ્ત્રી – પુરૂષ સાથે મળી આપતા ચોરીને અંજામ, દ્વારકા એલસીબીએ ઝડપી લીધા
દેવભૂમિ દ્વારકામાંથી એલસીબીએ એક જ પરિવારના સભ્યોની ટોળકી ઝડપી લેવામાં આવી છે. તેઓ સાથે મળી એકબીજાની મદદગારી કરી ભીડભાડ વાળી જગ્યા પસંદ કરી ત્યા હાજર વયોવૃધ્ધ, ફીઝીકલ હેન્ડીકેપ વ્યકતીઓને ટાર્ગેટ બનાવી, તેની પાછળ રેકી કર્યા બાદ ભીડ તથા ધક્કા મુક્કીનો લાભ લઇ, નજર ચુકવી પોકેટ તથા રોકડ રૂપીયાની ચોરી કરી ગુન્હો કરતા અને બાદમાં તમામ સભ્યો સરખા ભાગ પાડી, અલગ અલગ બેંક એકાઉન્ટમાં કેશ ડિપોઝીટ મશીન (એ.ટી.એમ.) મારફતે નાણા જમા કરી લેતા જેથી પોલીસ દ્વારા તેઓને પકડી પાડવામાં આવે તો પણ રૂપીયા ન મળે શકે આવો શાતીર દિમાગ ધરાવે છે.
તહેવારોમાં ચોરીના બનાવો બનતા અટકાવવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી
મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા જન્માષ્ટમી તહેવાર નીમીતે દ્વારકાધીશ મંદીરમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે પધારતા હોય છે જે માટે ચોરીના બનાવો બનતા અટકાવી તેના વીરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા નવનિયુક્ત અને આગવી કોઠાસૂઝ ધરાવતા પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહીલ અને ટીમને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ હતું. જે અનુસંધાને એલ.સી.બી. દ્વારા દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી.તથા એલ.સી.બી. સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી દ્વારકાધીશ મંદીર તથા આજુબાજુમાં તમામ શંકાસ્પદ જગ્યાઓ, હોટલો, ગેસ્ટ હાઉસ, શંકાસ્પદ હીલચાલ ધરાવતા ઇસમોના ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
પરપ્રાંતિય સ્ત્રીઓ અને પુરૂષો ટોળું વળી બસ સ્ટેશન વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ કરતા હતા
જે અન્વયે એસ.ઓ.જી તથા એલ.સી.બી.ની ટીમો સતત પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સંયુક્તમાં ખાનગીરાહે વિશ્વાસુ બાતમીદારો મારફતે બાતમી હકીકત મળેલ કે આંધ્ર પ્રદેશ રાજ્યની ચોર ટોળકી અને આ ટોળકીના મોબાઇલ નંબર મળેલ હતા જે હકીકત આધારે ફિઝીકલ તેમજ ટેક્નીકલ સર્વેલન્સ કરી ઉપરોક્ત હકીકત મુજબના શંકાસ્પદ ઇસમોની હીલચાલ દ્વારકા બસ સ્ટેશન પાસે હોવાનુ જણાઇ આવેલ જેથી એસ.ઓ.જી.સ્ટાફની અલગ-અલગ ટીમો તથા દ્વારકા પોલીસ સ્ટેશનના મહીલા પોલીસ કર્મચારી સાથે રાખી તપાસ કરતા અન્ય રાજ્યના છ પુરૂષ તથા બે મહીલાઓ ટોળુવળી બેસેલ હતા જેઓ તમીલ/તેલુગુ જેવી ભાષામાં વાત કરતા હોય જેથી તુરત જ ટોળકીને કોર્ડન કરી તપાસ કરતા કુલ કિ.રૂ.1,58,000 ની ચલણી નોટો, મોબાઇલ ફોન નંગ-8 કુલ કિ.રૂ.39000 તેમજ અલગ અલગ બેંકના એ.ટી.એમ. કાર્ડ / ક્રેડીટ કાર્ડ નંગ- 10 મળી આવેલ આમ, કુલ 197000નો મુદ્દામાલ મળી આવેલ જે મુદ્દામાલ બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી યુક્તી-પ્રયુક્તીથી ઇન્ટ્રોગેશન ટેક્નીકલ વિગતો તેમજ બેંકની વિગતોની ઝીણવટભરી રીતે તપાસ કરતા આરોપીઓ ભાંગી પડેલ અને એકબીજાની મદદગારી કરી દ્વારકામાં અલગ અલગ તારીખે પોકેટ ચોરી તથા રોકડ રકમની ચોરીઓ કરેલ હોવાનુ અને ચોરી કરેલ રૂપીયા કેશ ડિપોઝીટ (એ.ટી.એમ.) મશીનના ઉપયોગથી પોતાના અલગ-અલગ ખાતામાં જમા કરાવ્યા અંગેની કબુલાત આપી હતી.
ICJS પોર્ટલ મારફતે અલગ અલગ રાજ્યોમાં ટોળકી વિરૂધ્ધ અનેક ગુનાઓ હોવાનું ખુલ્યું
ઝડપાયેલ ટોળકીના સભ્યોના ગુન્હાની વિગતો જાણવા ICJS પોર્ટલ મારફતે તમામ રાજ્યોના ક્રાઇમ ડેટાબેઝ માં તપાસ કરતા ઉપરોક્ત ટોળકીના સભ્યો વિરૂધ્ધમાં અલગ અલગ રાજ્ય (ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ જેવા ફરવા લાયક સ્થળો)માં આશરે ૦૬ જેટલા ચોરીના ગુન્હા નોંધાયેલ હોવાની વીગતો જાણવા મળેલ છે આરોપીઓએ દ્વારકાધીશ મંદિર નજીકથી અલગ અલગ સમયે મળી કુલ ચાર લાખ અડસઠ હજારની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે. તેમજ ચોરી કરી મેળવેલ રૂપીયામાથી આશરે ત્રણ લાખ રૂપીયા બેંકમાં જમા કરાવ્યા અંગેની પણ કબુલાત આપેલ છે, જેથી વધુ પુછપરછ અર્થે તમામ ઇસમો તથા મહીલાઓને તેઓના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ સાથે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
દ્વારકા એલસીબીએ ઝડપી લીધેલા આરોપીઓ
– મોલાકા વિનય બાબરાઉ રહે. ટેડાપલ્લી ગુંટુર રાજ્ય આંધપ્રદેશ.