ટોપ ન્યૂઝવર્લ્ડ

ઈદ પર બાઇડેને કહ્યું- મુસલમાનો ઈસ્લામફોબિયાનો શિકાર છે, દરરોજ અમેરિકાને મજબૂત બનાવ્યા બાદ પણ બની રહ્યાં છે હિંસાનો શિકાર

Text To Speech

દેશ-દુનિયામાં આજે ઈદની ઉજવણી થઈ રહી છે. એવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને મુસલમાનોને લઈને મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે- દુનિયાભરમાં મુસલમાનોને હિંસાનો શિકાર બનાવવામાં આવી રહ્યાં છે. મુસલમાન દરરોજ અમેરિકાને મજબૂત બનાવી રહ્યાં છે. તેમ છતાં તેઓ પડકારો અને અનેક પ્રકારના ખતરાઓનો સામનો કરી રહ્યાં છે.

બાઇડેને આ વાત વ્હાઈટ હાઉસમાં ઈદને લઈને આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમ દરમિયાન કહી હતી. તેમને કહ્યું આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાને લઈને રાજદૂત એટ લાર્જ તરીકે તેમને પહેલા મુસ્લિમને નિમણૂંક કરી છે. આ દરમિયાન બાઇડેને કહ્યું- આજના દિવસે આપણે તે તમામ લોકોને યાદ કરીએ જેઓ આ દિવસને ઉજવી નથી શકતા. આ દરમિયાન તેમનો ઈશારો ઉઈગર અને રોહિંગ્યા મુસ્લિમોને લઈને હતો. તેમને કહ્યું- તેઓને હિંસા અને સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે.

હજુ ઘણું કામ કરવાનું બાકી છે
અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું- છ વર્ષમાં પહેલી વખત યમનના લોકોને શાંતિથી ઈદની ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ અહીં અને સમગ્ર વિશ્વમાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે. તેમને કહ્યું, મુસ્લિમ હજુ પણ આપણાં સમાજમાં વાસ્તવિક પડકારો અને ખતરાઓનો સામનો કરી રહ્યાં છે, જેમાં લક્ષિત હિંસા અને ઈસ્લામફોબિયા પણ સામેલ છે.

એક વિચાર તરીકે સંગઠિત થયા છીએ આપણે
બાઇડેને કહ્યું- દુનિયાના ઈતિહાસમાં અમે એકમાત્ર રાષ્ટ્ર છી જે કોઈ ધર્મ, જાતિ, લિંગ, ભૂગોળના આધારે નહીં પરંતુ એક વિચાર તરીકે સંગઠીત થયા છે. આ પહેલા એક ટ્વીટમાં બાઇડેને લખ્યું- અમે દુનિયાભરમાં ઈદની ઉજવણી કરતા લોકોને શુભકામનાઓ પાઠવીએ છીએ.

 

Back to top button