ગુજરાતટોપ ન્યૂઝ

જન્માષ્ટમી તહેવારના દિવસે જ અકસ્માતોની હારમાળા, 10 લોકોના મોત

Text To Speech

ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવારના દિવસે જ અલગ અલગ ચાર અકસ્માતમાં 10 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ આરટીઓ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. કાર ચાલકે 25 વર્ષીય યુવકને ઉડાવ્યો. કાર ચાલક ફરાર થઈ ગયો છે. યુવકનું ઘટના સ્થળે મોત થયું છે. અમદાવાદમાં મોડી રાત્રે આરટીઓ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં ઓડી કારે 25 વર્ષીય યશ ગાયકવાડને ઉડાવીને ફરાર થઈ ગયો હતો. ચીમનભાઈ બ્રિજ પાસે આ ઘટના બની હતી. જેમાં ઝુંડાલ ગામના યશ ગાયકવાડનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત થયા છે. ટ્રક પાછળ કાર ઘૂસતા અકસ્માત સર્જાયો હતો. એક્સપ્રેસ વે પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અક્સ્માત સર્જાયો હતો. અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલ કારને અક્સ્માત નડ્યો હતો. અક્સ્માતમાં બે મહિલા , એક પુરુષ , એક અઢી વર્ષની બાળકીનું ધટના સ્થળે મોત થયું છે. તમામ મૃતકો અમદાવાદ વટવા વિસ્તારના રહેવાસી છે. તમામ મૃતકોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદ અસલાલી પાસે અકસ્માતમાં 3ના મૃત્યુ થયા છે. ખેડાના રડું ગામના પટેલ પરિવારને નડ્યો અકસ્માત. ડોકટર્સ સહિત 3 લોકોના થયા મૃત્યુ. અકસ્માતમાં એકને ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ ખસેડાયા છે. રોડ ઉપર ઉભેલ ડમ્પર પાછળ કાર ઘૂસતા અકસ્માત થયો હતો. અમદાવાદ એસ.જી. હાઇવે પર લોડિંગ રિક્ષાની ટક્કરથી મહિલાનું મૃત્યુ થયું છે. સરખેજ લકી એસ્ટેટ-સાબર હોટેલ પાસેની ઘટના. મહિલાને અકસ્માત બાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. મહિલાનું સારવાર દરમ્યાન થયું મૃત્યુ. એસ.જી. હાઇવે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : ખુશખબર : મંકીપોક્સ ટેસ્ટ માટે પ્રથમ સ્વદેશી કીટ લોન્ચ

દાહોદ રાત્રી દરમિયાન હીટ અન્ડ રનની ઘટના ઘટી હતી. લીમખેડા સર્કીટ હાઉસ નજીક રેતીના ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા એકનું મોત થયું છે. અકસ્માતમા બાઈક સવાર બે યુવકો પૈકી એક યુવકને ગંભીર ઈજાઓ થઈ છે. એકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દાહોદ હોસ્પિટલ મા ખસેડાયો છે. ડમ્પર ચાલક બાઈકને 500 મીટર સુધી ઘસડીને લાવ્યો. ડમ્પર ચાલક અકસ્માત સર્જી ડમ્પર મુકી થયો ફરાર. ઘટનાની જાણ થતા લીમખેડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.

Back to top button