ટોપ ન્યૂઝનેશનલ

ખુશખબર : મંકીપોક્સ ટેસ્ટ માટે પ્રથમ સ્વદેશી કીટ લોન્ચ

Text To Speech

દેશમાં મંકીપોક્સ સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલય સંપૂર્ણ એલર્ટ મોડ પર કામ કરી રહ્યું છે. આંધ્ર પ્રદેશના મેડટેક ઝોન (AMTZ) માં શુક્રવાર (18 ઓગસ્ટ) ના રોજ મંકીપોક્સ માટે પરીક્ષણ માટે સ્વદેશી બનાવટની પ્રથમ RT-PCR કીટ લોન્ચ કરવામાં આવી હતી. તે કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અજય કુમાર સૂદે લોન્ચ કર્યું હતું. આ સ્વદેશી કીટ ટ્રાન્સએશિયા બાયોમેડિકલ્સ દ્વારા વિકસાવવામાં આવી છે.

monkeypox case delhi
Monkeypox

વધુ સારા સંચાલનમાં મદદ કરશે
ટ્રાન્સ એશિયાના ફાઉન્ડર-પ્રેસિડેન્ટ સુરેશ વઝિરાનીએ કહ્યું, ‘આ કીટની મદદથી ઈન્ફેક્શનને વહેલું શોધી શકાય છે. ટ્રાન્સ એશિયા એર્બા મંકીપોક્સ આરટી પીસીઆર કીટ ખૂબ જ સંવેદનશીલ છે પરંતુ ઉપયોગમાં સરળ છે. આનાથી ચેપને વહેલાસર શોધવામાં અને બહેતર વ્યવસ્થાપનમાં મદદ મળશે, એમ આંધ્ર પ્રદેશમાં મેડટેક ઝોનના ટ્રાન્સએશિયા બાયો મેડિકલ્સના સ્થાપક-પ્રમુખ સુરેશ વઝિરાનીએ જણાવ્યું હતું.

Monkeypox

ભારતમાં મંકીપોક્સના 10 કેસ
ભારતમાં મંકીપોક્સના અત્યાર સુધીમાં 10 કેસ નોંધાયા છે. તે જ સમયે, હવે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) મંકીપોક્સના દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોમાં એન્ટિબોડીઝની હાજરી ચકાસવા માટે સેરો-સર્વે કરી શકે છે. આ સાથે, ICMR એ પણ શોધી શકે છે કે તેમાંથી કેટલામાં ચેપના લક્ષણો નથી. તમને જણાવી દઈએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મંકીપોક્સને ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.

monkey pox

જાણો શું કહ્યું પબ્લિક હેલ્થ એજન્સીએ
આફ્રિકાની પબ્લિક હેલ્થ એજન્સીના વડાએ કહ્યું છે કે, તેઓ ખૂબ જ ખુશ છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) આફ્રિકન વિસ્તારોમાંથી મંકીપોક્સ રોગના સ્વરૂપનું નામ બદલી રહ્યું છે. વાસ્તવમાં, WHOએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે મંકીપોક્સનું નામ બદલવા માટે ખુલ્લી બેઠક યોજવામાં આવશે. કોંગો બેસિન તરીકે ઓળખાતા રોગના સ્વરૂપને હવે ક્લેડ 1 કહેવામાં આવશે અને જે અગાઉ પશ્ચિમ આફ્રિકાના પ્રકાર તરીકે ઓળખાતું હતું તેને હવે ક્લેડ 2 કહેવામાં આવશે. તેમણે કહ્યું, આ રોગ સાથે જોડાયેલ કલંક દૂર કરશે.

આ પણ વાંચો : ‘મુંબઈમાં ફરી થશે 26/11 જેવો આતંકી હુમલો’, પાકિસ્તાનના નંબર પરથી આવેલા વોટ્સએપ કોલમાં…

Back to top button