દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લાં કેટલાંક દિવસથી કોરોનાના કેસ વધી રહ્યાં છે, અને આ સાથે જ લોકોનું ટેન્શન પણ વધી રહ્યું છે. શહેરમાં દરરોજ 1000થી વધુ નવા કોવિડ દર્દી મળી રહ્યાં છે. તેમ છતાં હેલ્થ એક્સપર્ટ વધુ નિશ્ચિત છે. સોમવારે દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમણના 1,076 નવા કેસ સામે આવ્યા. રાહતની વાત એ છે કે મહામારીીથી મોતનો નવો મામલો સામે નથી આવ્યો. 24 કલાકમાં ટેસ્ટ વધુ નથી થયા અને સંક્રમણનો દર 6.42 ટકાએ પહોંચ્યો છે. દિલ્હીમાં કોરોના વધ્યું તો કોરોનાની આગામી લહેરની ચર્ચાઓ શરૂ થઈ છે. જો કે એક્સપર્ટનું કહેવું છે કે અચાનક કેસ વધવાથી શહેરમાં આગામી લહેરના સંકેત છે તેવું નથી.
વધુ એક સપ્તાહ
સફદરજંગ હોસ્પિટલના કોમ્યુનનિટી મેડિસિન વિભાગના પ્રમુખ ડૉ. જુગલ કિશોરનું અનુમાન છે કે એક સપ્તાહ સુધી અને કોરોનાના નવા કેસ વધી શકે છે અને બાદમાં ઘટાડો જોવા મળશે. કોરોના વાયરસના ઈનક્યૂબેશન પીરિયડ અને આ નવા વેરિઅન્ટથી ક્લિનિકલ રિકવરીન અવધિ માત્ર 4-5 દિવસનીી છે. એવા સમયમાં જ્યારે આવવા-જવા પર કોઈ પ્રતિબંધ નથી, એક વ્યક્તિ 200 લોકોને સંક્રમિત કરી શકે છે. જેટલી ઝડપથી સંક્રમણ થાય છે, તેટલી જ સ્પીડથી કેસ નીચે પણ આવશે. તેમને કહ્યું કે હોસ્પિટલમાં ઘણાં દર્દીને દાખલ કરવાની સ્થિતિ ઊભી થઈ છે ત્યારે આ મુદ્દે ગભરાવવાની કોઈ જરૂરિયાત નથી
હાલ સ્કૂલ બંધ કરવાનો કોઈ અર્થ નથી
વિશેષજ્ઞોનું એમ પણ કહેવું છે કે નવા વેરિઅન્ટથી દિલ્હીમાં કોવિડના કેસમાં વધારો અને ઘટાડો એક ચક્ર બની ગયું છે. હાલમાં આવેલા કેસને જોતા અનેક સ્કૂલના બાળકો સંક્રમિત થઈ ગયા છે, જેના કારણે બાળકોને સ્કૂલે મોકલી રહ્યાં માતા-પિતામાં પણ ચિંતા જોવા મળી રહી છે. તેઓ પોતાના સ્તરે એલર્ટ થઈ ગયા છે. જો કે મેડિસિન વિભાગ, એઈમ્સના એડિસનલ પ્રોફેસર નીરજ નિશ્ચલે કહ્યું, ‘મહામારીમાં ભયનું વાતાવરણ ઊભું ન કરો. આ સ્થિતિ યથાવત જ રહેશે અને આપણે તેની સાથે રહેવાનું શીખવું પડશે. વાયરસ ફેલાતો રહેશે. આવી પરિસ્થિતિમાં સ્કૂલને બંધ કરવાનો કોઈ જ અર્થ નથી.’
હોસ્પિટલ પર નજર રાખવાની જરૂર
નિશ્ચલે વધુમાં કહ્યું કે, એક જ ફેક્ટર પર આપણે નજર રાખવાની જરૂર છે તે છે હોસ્પિટલમાં એડમિશન વધી તો નથી રહ્યાં ને. એટલે કે મોટી સંખ્યામાં લોકોને એડમિટ કરવાની જરૂરિયાત તો ઊભી નથી થઈ રહીને. જો હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા નથી વધી રહી તો ગભરાવવાની કોઈ જ જરૂરિયાત નથી.
દિલ્હી સરકારની તૈયારી
દિલ્હી સરકારે પોતાની બે હોસ્પિટલમાં કોવિડ દર્દી માટે સમર્પિત બેડની સંખ્યામાં વૃદ્ધિ કરી છે, જેમાં લોકનાયક હોસ્પિટલમાં સુવિધાઓ 80 ટકા વધારવામાં આવી છે. 25 એપ્રિલે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર એક આદેશ મુજબ હોસ્પિટલમાં કોવિડ બેડનીી સંખ્યા 250થી વધારીને 450 કરી દેવાઈ છે. જ્યારે ICU કોવિડ બેડની સંખ્યા 100થી વધારીને 178 કરી દેવાઈ છે.
જીટીબી હોસ્પિટલમાં કોવિડ બેડની સંખ્યા વર્તમાનમાં 100થી વધારીને 40 કરી દેવાઈ છે અને ICU કોવિડ બેડની સંખ્યા 50 કરાઈ છે.
શું છે કોરોના સ્થિતિ
દેશમાં 24 કલાકમાં કોરોનાના 2,568 નવા કેસ નોંધાયા
કુલ 4,25,41,887 દર્દી સ્વસ્થ; કુલ સક્રિય કેસ- 19,137
24 કલાકમાં દેશમાં 2,911 દર્દી સાજા થયા
24 કલાકમાં કોરોનાથી 20 દર્દીના મૃત્યુ થયા
24 કલાકમાં રસીના 16,23,795 ડોઝ અપાયા
અત્યાર સુધી રસીના કુલ 1,89,41,68,295 કરોડ ડોઝ અપાયા
24 કલાકમાં કોરોનાના 4,19,552 સેમ્પલ ટેસ્ટ કરાયા
અત્યાર સુધીમાં કોરોનાના 83,86,28,250 કરોડ સેમ્પલ ટેસ્ટ કરાયા