ટોપ ન્યૂઝવર્લ્ડ

ન્યૂયોર્કમાં બાપુની પ્રતિમાની તોડફોડ, 2 અઠવાડિયામાં બીજી ઘટના

Text To Speech

અમેરિકામાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. આ ક્રમમાં ન્યૂયોર્કમાં એક મંદિરની બહાર આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી છે. મહાત્મા ગાંધીની પ્રતિમા પર બે અઠવાડિયામાં બીજી વખત હુમલો થયો છે. આ ઘટના 16 ઓગસ્ટની વહેલી સવારે બની હતી.

પોલીસને ટાંકીને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છ લોકોએ શ્રી તુલસી મંદિરની બહારની મૂર્તિને હથોડી વડે તોડી નાખી. પ્રતિમાની આસપાસ અને રસ્તા પર નફરતના શબ્દો પણ લખવામાં આવ્યા હતા. આ પહેલા 3 ઓગસ્ટના રોજ મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડવામાં આવી હતી.

25થી 30 વર્ષના યુવકે હુમલો કર્યો

પોલીસે 25થી 30 વર્ષની વયના યુવકનો એક સર્વેલન્સ વીડિયો જાહેર કર્યો છે. જે હુમલામાં સામેલ હોવાની શંકા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રતિમા તોડનાર આરોપી સફેદ રંગની મર્સિડીઝ બેન્ઝ અને ડાર્ક કલરની કારમાં ત્યાંથી ભાગી ગયો હતો. આ કાર ટોયોટા કેમરી હોઈ શકે છે. તેનો ઉપયોગ ભાડાના વાહન તરીકે થાય છે.

Back to top button