ટોપ ન્યૂઝબિઝનેસ

ભારતીય બજારમાં આવ્યો 1 ટકાથી વધુનો ઘટાડો, આ 5 કારણોથી શેરબજારમાં જોવા મળ્યું લાલ નિશાન

Text To Speech

ભારતીય શેરબજારમાં BSE સેન્સેક્સ 651.85 પોઈન્ટ એટલે કે 1.08 ટકાના ઘટાડા સાથે 59,646.15 પર બંધ થયો. તે જ સમયે, NSE નિફ્ટી 198.05 પોઈન્ટ ઘટીને 17,758.45 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. આ અંગે જાણકારોનું માનવું છે કે, બજારમાં છેલ્લા કેટલાક દિવસમાં આવેલી તેજીથી નિફ્ટી જૂનના તેના નીચેના સ્તર થી 18 ટકા ઉપર વધ્યો છે. જો કે હવે આ મોમેન્ટમમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો કે કેટલોક નફો અને પૈસાની ફિક્સ્ડ ઈનકમમાં ટ્રાન્સફર કરવા માટે એક નાના સમયગાળાની રણનીતિના દૌર પર જોવા મળી શકે છે.

આજે ક્યા કારણોસર બજારમાં આવ્યો ઘટાડો

  • યુએસ ડોલર ઈન્ડેક્સમાં તેજી

લગભગ 2 મહિનાની નબળાઈ પછી અમેરિકી ડોલર ઈન્ડેક્સમાં આવેલી તેજીએ શેર બજારના તેજીડીયાઓને હેરાન કર્યા છે. અમેરિકી ડોલર ઈન્ડેક્સમાં હાલમાં વધારો 107.06 પર પહોંચી ગયો છે, તે તેના છેલ્લા એક મહિનાનું સૌથી ઊંચું સ્તર છે. આ તેજી અમેરિકી ફેડરલ રિઝર્વ બેન્કના સભ્યોએ કરેલી તે ટિપ્પણીઓ પછી આવી છે, જેમાં તેમણે વ્યાજ દરોમાં વધારાની ગતિ આવનાર સમયમાં ધીમી હોવાના કારણે બજારના અનુમાન વિરુદ્ધ નિવેદન આપ્યું છે. અમેરિકી ડોલરમાં મજબૂતીનો ભારત જેવા વિકસિત દેશોના શેર બજારો પર નકારાત્મક અસર પડે છે કારણકે રોકાણકાર બજારમાંથી પૈસા બહાર કાઢવા લાગે છે.

  • વ્યાજદરોમાં વધારો ઓછો થવાનો સંકેત નથી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને તે ભરોસો જોવા મળે છે કે તેની તરફથી વ્યાજ દરોમાં કરવામાં આવેલો વધારાએ મોંઘવારીને એપ્રિલ મહિના પછી ઓછો કરવામાં મદદ કરી છે. જો કે અમેરિકી ફેડરલ રિઝર્વે હજુ સુધી એવો કોઈ ભરોસો આપ્યો નથી, જ્યારે જુલાઈ મહિનામાં અમેરિકામાં રિટેલ મોંઘવારી દર થોડો ઓછો થયો છે. અમેરિકી ફેડરલ રિઝર્વના બે સભ્યોએ ગુરુવારે 18 ઓગસ્ટના આપેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બરમાં યોજાનારી બેઠકમાં વ્યાજ દરોમાં 0.75 ટકાનો વધારાનું સમર્થન કરશે.

  • વિન્ડફોલ ટેક્સ

સરકારે ડિઝલ અને જેટ ફ્યુલમાં ઉપયોગ થતા એવિએશન ટર્બાઈન ફ્યુલના એક્સપોર્ટ પર અતિરિક્ત એક્સાઈઝ ડ્યુટી લગાવવાનો નિર્ણય કર્યો છે. રોકાણકારો અને ઓયલ કંપનીઓ માટે આ નિર્ણય થોડો મુશ્કેલીવાળો હતો. બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં સૌથી વધુ વેટેજ રાખનાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરમાં શુક્રવારના કારોબાર દરમિયાન 1.3 ટકાનો ઘટાડો આવ્યો અને નિફ્ટી-50 ઈન્ડેક્સમાં તે આજે સૌથી વધુ ઘટાડાના શેરમાં સમાવેશ થાય છે.

  • વેલ્યુએશન

સેન્સેક્સ અને નિફ્ટીમાં જૂનના નીચલા સ્તરથી લગભગ 18 ટકાની તેજી આવી છે. જૂન ત્રિમાસિકના કંપનીઓના શાનદાર પરિણામથી આ તેજીને વધુ વધારવામાં મદદ કરી. તેની સાથે જ ભારતીય શેર બજાર એશિયાના સૌથી વધુ વેલ્યુએશનવાળા બજારમાંથી એક બની ગયું છે.

  • FPI આઉટફ્લો

ડૉલરમાં નોંધપાત્ર ઉછાળો આવવાથી ઇમર્જિંગ માર્કેટ ઇક્વિટીમાં FPIs નેટ સેલર્સ બની શકે એવો ડર પણ હોઈ શકે છે. ગુરુવારે FPIsએ ચોખ્ખા ધોરણે રૂ. 1,706 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

આ પણ વાંચો : શું IRCTC યાત્રીઓનો ડેટા વેચીને પૈસા કમાશે? 1000 કરોડની યોજના

Back to top button