સુરત : મેહુલ બોઘરા પર થયેલા હુમલામાં પોલીસે કરી કડક કાર્યવાહી, TRB સુપરવાઈઝર ઘરભેગાં
સુરતમાં બહુચર્ચિત મેહુલ બોઘારા પર થયેલા હુમલાની ઘટના બાદ પોલીસ સામે સવાલો ઉઠતાં કમિશ્નર તરફથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન સુરત પોલીસે પોતાનું એક નિવેદન આ મુદ્દે આપ્યું હતું જેમાં હુમલાખોર TRB સુપરવાઇઝરને નોકરીમાંથી કાઢી મૂકાયો છે. સુરત પોલીસે લખ્યું હતું કે, 18મી ઓગસ્ટનાં રોજ એડવોકેટ મેહુલ બોઘરા દ્રારા ફેસબુક ઉપર લાઇવ વિડીયો શેર કરવામાં આવ્યો હતો. જે વિડીયોમાં દેખાતા બનાવ સબંધે સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો ની યોગ્ય કલમો 307 તથા રાયોટીંગ વગેરે હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે ગુનાની ન્યાયિક તપાસ હાલ ચાલુ છે. જે ગુના સબંધે ગુન્હામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ગુન્હાની તપાસ A.C.P એ ડીવીઝન ને સોંપવામાં આવી છે.
18મી ઓગસ્ટનાં રોજ એડવોકેટ મેહુલ બોગરા દ્રારા ફેસબુક ઉપર લાઇવ વિડીયો શેર કરવામાં આવ્યો હતો. જે વિડીયોમાં દેખાતા બનાવ સબંધે સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો ની યોગ્ય કલમો ૩૦૭ તથા રાયોટીંગ વગેરે હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે ગુનાની ન્યાયિક તપાસ હાલ ચાલુ છે. (1/5) pic.twitter.com/gSCKb13ufv
— Surat City Police (@CP_SuratCity) August 19, 2022
સુરત પોલીસે કહ્યું હતું કે, આ સાથે સદર બનાવમાં પોલીસના વર્તન અને ભૂમિકા સબંધે પ્રાથમિક તપાસ શ્રી શરદ સીંઘલ, અધિક પોલીસ કમિશનર શ્રી, ટ્રાફિક એન્ડ ક્રાઇમ, સુરત શહેરનાઓને સોંપવામાં આવી છે. તેમજ ગુન્હામાં સંડાવાયેલ ટ્રાફિક બ્રીગેડ (ટી.આર.બી)ને ફરજ મોકૂફ કરાયેલ છે. વધુમાં ભવિષ્યમાં સુરત શહેરના નાગરિકોને ટ્રાફિક પોલીસ/ટી.આર.બી તરફથી કોઇ પણ પ્રકારની હેરાનગતિ જણાઇ આવે તો નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક, તથા અધિક પોલીસ કમિશનર, ટ્રાફિક એન્ડ ક્રાઇમ તેમજ પોલીસ કમિશનર, સુરત શહેરનાઓનો સંપર્ક કરી શકે છે.
સુરત પોલીસ પ્રજાલક્ષી અભિગમ સાથે કાર્ય કરી રહી છે. પોલીસ તેમજ ટી.આર.બી દ્રારા આવી કોઇપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં. તેમજ સુરત શહેર પોલીસ દ્રારા કોરોના કાળમાં, ગુજસીટોકમાં સંડાવાયેલ મોટા તમામ ગુન્હેગારોને જેલમાં મોકલવામાં તેમજ નશાના ધંધા, સાયબર ક્રાઇમ વિરૂધ્ધ દાખલારૂપ કામગીરી કરવામાં આવી છે.
મેહુલ બોઘરાએ લખ્યું હતું કે, સરથાણાના પીઆઇ ગુર્જરને મારે જણાવવાનું કે મેહુલ બોઘરાને ખંડણીની બેઈમાની આવકની જરૂર નથી. બેઈમાનીની આવકની જરૂર દારૂના અડ્ડાઓમાંથી હપ્તાહ લઈને, છોકરીઓની છેડતીની ફરિયાદ ના લઈ, બાળકીઓની POCSO ફરિયાદ ના લઇ સમાધાન કરાવવા વાળા, ફરિયાદોમાં પૈસા ખાઈ લે એમને જરૂર પડે બીજી વાત માત્ર સારા સારા ભાષણો કરવાથી કોઈ વ્યક્તિ ઈમાનદાર થઈ જતો નથી; સારા કામથી અને ઈમાનદારીથી એની મહાનતા વધે છે.
આ પણ વાંચો :