ટ્રેન્ડિંગવર્લ્ડ

ફિનલેન્ડ PM મેડમનો વીડિયો વાયરલ, તમે જોયો કે નહીં ?

Text To Speech

હાલમાં ફિનલેન્ડની વડાપ્રધાન સના મરીન (PM Sana Marine) નો દારુ પીને પાર્ટી કરતો વિડીયો વાઇરલ થતાં વિવાદ સર્જાયો છે. ફિનલેન્ડના વિપક્ષી નેતાઓએ વિડીયોને લઈને સના મરીનના ફરતે સકંજો કસવો શરુ કર્યો છે. તેમના ડ્રગ ટેસ્ટની પણ માંગ કરવામાં આવી રહી છે. જો કે સના મરીને આનો બચાવ કરતા જણાવ્યું છે કે તેણે પાર્ટી દરમિયાન ફક્ત દારુનું સેવન કર્યુ હતુ. સોશિયલ મીડિયા પર સના મરીનનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમા તે પોતાના મિત્રો સાથે ગાતા અને નાચતા નજરે આવી રહી છે. વિડીયોને લઈને સોશિયલ મીડિયા પર જાતજાતના પ્રત્યાઘાતો આવી રહ્યા છે.

વડાપ્રધાન સના મરીને લીક થયેલા વિડીયો અંગે જણાવ્યું હતું કે તેમને ખબર છે કે તેમનો વિડીયો બનાવવામાં આવી રહ્યો હતો, પરંતુ વિડીયો પબ્લિકમાં લીક થવાથી હું દુઃખી છું. તેમણે જણાવ્યું હતું કે મેં પાર્ટી કરી છે, ડાન્સ કર્યો છે અને ગાયુ પણ છે. આમ મેં બધી કાયદેસરની વસ્તુ કરી છે. ડ્રગ્સ પરના આરોપો અંગે તેણે જણાવ્યું હતું કે મારે ડ્રગ્સ લેવું પડયુ હોય તેવો સમય આવ્યો નથી. હું કોઈ ડ્રગ્સ સેવન કરનારને જાણતી પણ નથી.

મરીને પત્રકારો સાથે વાત કરતા બચાવ કરતા જણાવ્યું હતું કે મારું પણ એક કૌટુંબિક જીવન છે, પ્રોફેશનલ જીવન છે અને આ સિવાય થોડો ખાલી સમય પણ છે જે મિત્રો સાથે તે વીતાવી શકે. મરીને આગળ જણાવ્યું હતું કે તેને લાગે છે કે તેણે તેની વર્તણૂકમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવો જરૂરી નથી.

જો કે વિપક્ષે આ મુદ્દે મરીન પર પરોબરના આકરા પ્રહારો કર્યા છે. તેઓનું કહેવું છે કે મરીનનો ડ્રગ ટેસ્ટ થવો જોઈએ. આ તરફ કેટલાક બીજા વિપક્ષી નેતાઓએ તો રાષ્ટ્રના બીજા મુદ્દાઓને બદલે મરીનના ડાન્સને લક્ષ્યાંક બનાવવા બદલ મીડિયાને પણ ટાર્ગેટ કર્યું હતુ.

Back to top button