મનોરંજન

ભારતી સિંહે અને હર્ષ લિમ્બાચીયા એ પુત્ર લક્ષ્ય સાથે કરી જન્માષ્ટમી ની ઉજવણી…

Text To Speech

લાફ્ટર ક્વીન તરીકે જાણીતી ભારતી સિંહ, તેની મજેદાર શૈલીથી કોઈપણને હસાવી શકે છે. કોમેડીની દુનિયામાં ભારતીનો દબદબો વર્ષો પછી પણ યથાવત છે. તે માત્ર કોમેડી શોમાં જ લોકોને હસાવતી નથી, હોસ્ટિંગમાં પણ તેની પાસે કોઈ જવાબ નથી. એમાં કોઈ શંકા નથી કે ભારતી સિંહ એક પ્રતિભાશાળી કોમેડિયન છે. આ તેની પ્રોફેશનલ લાઈફ છે, પરંતુ તે તેની પર્સનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે.

ભારતી સિંહે વર્ષ 2017માં સ્ક્રિપ્ટ રાઈટરમાંથી હોસ્ટ બનેલા હર્ષ લિમ્બાચીયા સાથે લગ્ન કર્યા હતા. 5 વર્ષ સુધી લગ્નજીવનનો આનંદ માણ્યા બાદ, દંપતી 3 એપ્રિલ 2022ના રોજ પ્રથમ વખત માતા-પિતા બન્યા હતા. બંનેએ એક પુત્રનું સ્વાગત કર્યું હતું, જેનું નામ તેઓએ લક્ષ્ય ઉર્ફે ગોલા રાખ્યું હતું. તે અવારનવાર તેના પુત્રની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Bharti Singh (@bharti.laughterqueen)

ભારતી સિંહે પુત્રનો ક્યૂટ વીડિયો શેર કર્યો છે

જન્માષ્ટમીના અવસર પર ભારતી સિંહે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વિડિયો તેના પુત્રનો છે, જેના ક્યૂટ એક્સપ્રેશન્સ તમારું દિલ જીતી લેશે. ક્લિપમાં જોઈ શકાય છે કે હર્ષ લિમ્બાચીયા તેના પુત્ર સાથે રમી રહ્યો છે. જેમાં લક્ષ્ય ઉર્ફે ગોલા પીળા કલરની ટી-શર્ટમાં જોવા મળે છે. ક્રિષ્ના લુકમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. તેમજ માથા પર મોર પીંછા લગાવી ને સંપૂર્ણ રીતે કૃષ્ણ લુકમાં જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં ભગવાન કૃષ્ણનું ગીત વાગી રહ્યું છે.

આ પણ વાંચો: Koffee With Karan 7: સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીએ તેમના સંબંધોનો કર્યો સ્વીકાર

આ વીડિયોને શેર કરતાં ભારતી સિંહે કેપ્શનમાં લખ્યું, “બધા માટે ભગવાનનો આભાર.” લક્ષ્યનો આ વિડીયો ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે. ફેન્સ માત્ર પસંદ જ નથી કરી રહ્યા. સાથે-સાથે કોમેન્ટ પણ કરી રહ્યા, સાથે જ સેલિબ્રિટીઓ પણ પોતાની પ્રતિક્રિયા આપતા પોતાને રોકી નથી શકતા. નીતિ મોહને કોમેન્ટમાં લખ્યું, “લડુ બચ્ચા હૈ નન્હા કાન્હા ઇતના પ્યારા.” નાનો કાન્હા ખૂબ જ સુંદર છે.” તે જ સમયે, ચાહકો આ વીડિયોને સુપરક્યુટ ગણાવી રહ્યા છે.

Back to top button