ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીના ડેપ્યુટી સીએમના ઘરે CBI ના દરોડા, શું છે સમગ્ર મામલો

Text To Speech

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના દરોડા પડ્યા છે. આશરે દિલ્હી-એનસીઆરના 20 સ્થાનો પર CBI આજે વહેલી સવારથી દરોડા પાડ્યા છે. જેના પછી ફરી એક વખત રાજકારણ પણ શરૂ થયું છે. ડેપ્યુટી સીએમ સિસોદિયાએ કહ્યું કે અમે તપાસ એજન્સીઓને પૂરી ઈમાનદારી સાથે સહયોગ કરીશું.

શા માટે પડ્યા દરોડા ?

CBI એ આ દરોડા એક્સાઈઝ પોલિસીના મામલામાં પાડ્યા છે. જેમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ CBI તપાસની ભલામણ કરી હતી. દિલ્હીના મુખ્ય સચિવના રિપોર્ટ બાદ એલજી વીકે સક્સેનાએ આ પગલું ભર્યું છે. આ રિપોર્ટમાં મનીષ સિસોદિયાની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વાસ્તવમાં, દિલ્હીનું એક્સાઈઝ વિભાગ મનીષ સિસોદિયા હેઠળ છે. તેથી કાર્યવાહી હાથધરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

CBI આવો તમારું સ્વાગત છે : મનીષ સિસોદિયા

મનીષ સિસોદીયાએ ટ્વિટ કરી લખ્યું કે, CBI આવો તમારું સ્વાગત છે, અમે ઈમાનદાર છીએ. લાખો બાળકોનું ભવિષ્ય બનાવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણા દેશમાં જે સારું કામ કરે છે, તેને આવી રીતે જ પરેશાન કરવામાં આવે છે. આજ કારણે આપણો દેશ હજુ સુધી નંબર વન બની શક્યો નથી.

‘દિલ્હીના સારા કામોને રોકવા નહિ’

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયા પર CBIના દરોડાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું છે કે, આખી દુનિયા દિલ્હીના શિક્ષણ અને સ્વાસ્થ્ય મોડલની ચર્ચા કરી રહી છે. તેઓ આને રોકવા માંગે છે, તેથી જ દિલ્હીના આરોગ્ય અને શિક્ષણ મંત્રીઓ પર દરોડા અને ધરપકડો ચાલી રહી છે. 75 વર્ષમાં જેણે પણ સારું કામ કરવાનો પ્રયાસ કર્યો તેને રોકી દેવામાં આવ્યો. જેના કારણે ભારત પાછળ રહી ગયું. પરંતુ અમે દિલ્હીના સારા કામને રોકવા નહીં દઈએ.

આ પણ વાંચો :  Gujarat Election 2022: AAPએ બીજા 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા

Back to top button