ગુજરાતટોપ ન્યૂઝધર્મ

Video: દ્વારકાધીશના સ્નાન અભિષેક દર્શન સાથે કૃષ્ણજન્મોત્સવનો પ્રારંભ

Text To Speech

આજે દેશભરમાં જન્માષ્ટમીના પર્વની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી કૃષ્ણમય બની છે. દ્વારકાધીશના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે. ભક્તોને કોઈ અગવડ ના પડે, તે માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે, ત્યારે જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ દ્વારકા નગરીને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવી છે.

આશરે બે વર્ષના કોરોના કાળ બાદ પ્રથમ વખત દ્વારકા ખાતે ભગવાન કૃષ્ણના જન્મોત્સવ ધામધૂમથી અને રંગેચંગે ઉજવવા દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિ અને પૂજારી પરિવાર તેમજ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં ભગવાન દ્વારકાધીશને સવારે સ્નાન અભિષેક કરાવવામાં આવ્યા હતા.

દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંદિર તથા શહેરના અવરજવરના માર્ગોને વનવે જાહેર કરવામાં આવ્યા છે. જન્માષ્ટમીના દર્શન માટે એસટી વિભાગ દ્વારા 140 બસોને સૌરાષ્ટ્ર અને ગુજરાતના માર્ગો ઉપર દોડાવવામાં આવી રહી છે. તેમજ પ્રશાસન દ્વારા ભક્તો માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

Back to top button