ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 367 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 552 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.89 ટકા થઈ ગયો છે.
કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 3012 એક્ટિવ કેસ છે. જેમાંથી 17 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 2995 દર્દીઓ સ્ટેબલ છે. કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,52,910 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાને કારણે કુલ 10,996 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 138 કેસ નોંધાયા છે, જ્યારે વડોદરા કોર્પોરેશન 37, રાજકોટ કોર્પોરેશન 21, વલસાડ 18, સુરત કોર્પોરેશન 16, કચ્છ 13, સુરત 12, ગાંધીનગર કોર્પોરેશન 9, નવસારી 9, રાજકોટ 9, જામનગર કોર્પોરેશન 8, ગાંધીનગર 7, વડોદરા 7, અમરેલી 6, આણંદ 6, પંચમહાલ 6, ભરૂચ 5, મહેસાણા 5, સુરેન્દ્રનગર 5, બનાસકાંઠા 4, દેવભૂમિ દ્વારકા 4, જામનગર 4, અમદાવાદ 3, મહીસાગર 3, સાબરકાંઠા 3, ભાવનગર કોર્પોરેશન 2, પાટણ 2, પોરબંદર 2, દાહોદ 1, ખેડા 1 અને મોરબી 1 એમ કુલ 367 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કુલ કેટલું રસીકરણ ?
રાજ્યમાં સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 3,09,112 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 895 ને રસીનો પ્રથમ અને 2949 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 913 ને રસીનો પ્રથમ અને 808 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 29688 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 554 ને રસીનો પ્રથમ અને 2257 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 271048 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 12,06,05,607 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.