ઉત્તર ગુજરાત

બેઘર : ડીસામાં બે દિવસમાં છ મકાન ધરાશાયી

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. પરિણામે શહેરમાં છેલ્લા બે દિવસમાં છ જેટલા કાચા -પાકા મકાનો ધરાશાયી થતા શ્રમજીવી પરિવારો બેઘર બન્યા છે. અને પરિવારો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

ડીસામાં બે દિવસમાં 14 ઇંચ જેટલો વરસાદ મકાનો તૂટી પડવાની ઘટના સામે આવી છે. સતત ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. જેને લઈને કાચા- પાકા એવા છ મકાનો બે દિવસમાં ધરાશાયી થઈ ગયા હતા. જેથી પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ગઈકાલે ત્રણ મકાનો તૂટી પડ્યા હતા. જ્યારે આજે (ગુરુવારે) વધુ ત્રણ મકાનો ધરાશાયી થયા હતા. ડીસાના બેકરી કુવા વિસ્તારમાં મકાન ધરાશાયી થયા હતા. ત્યારબાદ ડીસાના ગવાડી વિસ્તારમાં કાચું મકાન તૂટી પડયું હતું. તો લોધવાસ વિસ્તારમાં શ્રમિક પરિવારના વસંતીબેનનું મકાન પણ વરસાદના કારણે તૂટી પડતા ઘરની તમામ ઘરવખરી નાશ પામી હતી. આમ બે દિવસમાં ડીસા શહેરમાં અલગ- અલગ વિસ્તારોની છ જેટલા મકાનો ધરાશાયી બનવાની ઘટના સામે આવી છે. મોટાભાગે શ્રમજીવી પરિવારો પોતાનું ગુજરાન મજૂરી કરીને ચલાવે છે. ત્યારે રહેવાનો આશિયાનો તૂટી પડતા આ પરિવારો મુશ્કેલીમાં આવી ગયા છે. તેઓ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

ડીસા- humdekhengenews

Back to top button