Gujarat Election 2022: AAPએ બીજા 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભાજપને જોરદાર ટક્કર આપવા આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે ત્યારે આમ આદમી પાર્ટીએ રાજ્યમાં ચૂંટણી જાહેર થયા તે પહેલા ઉમેદવારો જાહેર કરી નવો ચીલો ચીતર્યો છે. આજે ગુજરાતમાં AAP પાર્ટીએ વિધાનસભા ચૂંટણી 2022 માટે ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં 9 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખશ્રી ગોપાલ ઇટાલિયાનું મહત્વપૂર્ણ મૂદ્દે પ્રેસ મીડિયાને સંબોધન #LIVE https://t.co/UoprBZsILS
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 18, 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી દ્વિતીય યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ! pic.twitter.com/WsMH0Liqv3
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 18, 2022
કોને ક્યાં મળી ટિકિટ
1.રાજુ કરપડા, ચોટિલા
2. પિયુષ પરમાર, માંગરોળ-જૂનાગઢ
3. પ્રકાશભાઈ કોંટ્રાક્ટર- ચોર્યાસી- સુરત
4. નિમિતાબેન ખૂંટ-ગોંડલ
5. વિક્રમ સોરાણી-વાંકાનેર
6. કરશન કરમૂટ-જામનગર ઉત્તર
7. ભરતભાઈ વાખડા- દેવગઢ બારિયા
8. જે.જે. મેવાડા- અસારવા-અમદાવાદ
9. વિપુલ સખીયા- ધોરાજી
પ્રથમ યાદીમાં AAP એ 10 ઉમેદવાર જાહેર કર્યા હતા
1.ભેમાભાઈ ચૌધરી: દિયોદર
2. જગમાલભાઈ વાળા: સોમનાથ
3. અર્જુનભાઈ રાઠવા: છોટા ઉદેપુર
4. સાગરભાઈ રબારી: બેચરાજી
5. વશરામભાઈ સાગઠિયા: રાજકોટ(ગ્રામીણ)
6. રામ ધડૂક: કામરેજ
7. શિવલાલ બારસીયા : રાજકોટ દક્ષિણ
8. સુધીરભાઈ વાઘાણી: ગારીયાધાર
9. ઓમપ્રકાશ તિવારી : અમદાવાદ નરોડા
10. રાજેન્દ્ર સોલંકી : બારડોલી
મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના પ્રદેશ અને દિગ્ગજ નેતાઓના નામ હાલ જાહેર કરવામાંઆવશે નહી. આ યાદી કે હવે પછીની યાદીમાં ગોપાલ ઈટાલીયા, ઈસુદાન ગઢવી સહિતના મોટા નેતાઓનું નામ કદાચ નહીં હોય. રણનીતિના ભાગ મુજબ વિધાનસભા ચૂંટણીમાં જ્યારે ભાજપ અને કોંગ્રેસ તેના નેતાઓના નામ જાહેર કરશે તે બાદ જ આપ પાર્ટી દિગ્ગજોના નામની જાહેરાત કરશે