જમ્મુ, 18 ઑગસ્ટે પોલીસે પાકિસ્તાન તરફથી જમ્મુ ઈન્ટરનેશનલ બોર્ડર પર ડ્રોનથી આતંકવાદીઓ માટે છોડવામાં આવેલા શસ્ત્રોનો મળ્યા છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી.
અધિકારીઓએ જણાવ્યું કે, તેઓએ આ હથિયારો જેલમાં બંધ લશ્કર-એ-તૈયબાના કમાન્ડર મોહમ્મદ અલી હુસૈન ઉર્ફે કાસિમ ઉર્ફે જહાંગીર દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે મેળવ્યા છે.
જમ્મુ ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે જણાવ્યું હતું કે, જ્યાંથી હથિયારો મળી આવ્યા હતા. તે જગ્યાએ એન્કાઉન્ટર દરમિયાન હુસૈન માર્યો ગયો હતો. તેમણે કહ્યું કે, પોલીસની એક ટીમ બુધવારે હુસૈનને આંતરરાષ્ટ્રિય બોર્ડર નજીકના સ્થળ પર હથિયાર રિકવર કરવા માટે લઈ ગઈ હતી. પરંતુ તેણે પોલીસકર્મીની રાઈફલ છીનવી લીધી અને પોલીસની ટુકડી પર ગોળીબાર કર્યો.
તેમજ તેમણે કહ્યું કે, જયારે હથિયારોનું પેકેટ ખોલ્યું ત્યારે તેમાંથી એક એકે-રાઈફલ, એક મેગેઝિન, 40 રાઉન્ડ ગોળીઓ, એક પિસ્તોલ, બે પિસ્તોલ મેગેઝિન, 10 રાઉન્ડ ગોળીઓ અને બે ગ્રેનેડ મળી આવ્યા.
અધિકારીએ જણાવ્યું હતું કે, અરનિયા સેક્ટરમાં 24 ફેબ્રુઆરીએ ડ્રોન છોડવાના કેસની તપાસ દરમિયાન આતંકવાદીનું નામ સામે આવ્યા બાદ પોલીસે રિકવરી ઓપરેશન શરૂ કર્યું હતું.
જમ્મુના એક આરોપીએ ખુલાસો કર્યો હતો કે, ડ્રોન ગોળીબારના કેસમાં એક પાકિસ્તાની મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તે લશ્કર અને અલ-બદર આતંકવાદી જૂથોનો મુખ્ય સભ્ય છે. તેને જેલમાંથી કોર્ટમાં લાવવામાં આવ્યો હતો, જેણે તેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.”
આ પણ વાંચો :કેજરીવાલ ‘મેક ઈન્ડિયા નંબર 1’ મિશન પર નીકળ્યા, કહ્યું – ભારતને નંબર 1
અધિકારીએ જણાવ્યું કે, મેજિસ્ટ્રેટની સાથે પોલીસની એક ટીમ ઘટનાસ્થળે ગઈ અને ફાલિયાન મંડલ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે સ્થિત ટોફ ગામમાંથી હથિયારો જપ્ત કરાયા.
તેણે કહ્યું કે જ્યારે પેકેટ ખોલવામાં આવી રહ્યું હતું ત્યારે હુસૈને એક પોલીસકર્મી પર હુમલો કર્યો અને તેની સર્વિસ રાઈફલ છીનવી લીધી. “તેણે પોલીસ પાર્ટી પર ગોળીબાર કર્યો અને સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો.”
પોલીસ દ્વારા જવાબી ગોળીબારમાં આતંકવાદી ઘાયલ થયો હતો. આતંકી અને ઘાયલ પોલીસકર્મીને જમ્મુની જીએમસી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં આતંકીને ઇજા થવાના કારણે મોત થયું.