અફઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બોમ્બ વિસ્ફોટ કાબુલની મસ્જિદમાં થયો હતો. જેમાં 20 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. તે જ સમયે, લગભગ 40 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. કાબુલની ઈમરજન્સી હોસ્પિટલે જણાવ્યું છે કે ત્યાં કુલ 27 લોકોને દાખલ કરવામાં આવ્યા છે. તેમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે.
Afghanistan | Kabul security department spokesman Khalid Zadran has confirmed that a blast took place in PD 17 of Kabul today. Security forces have arrived in the area, he said: TOLOnews
— ANI (@ANI) August 17, 2022
મળતી માહિતી મુજબ કાબુલ શહેરના સર-એ-કોતલ ખેરખાનામાં આ બોમ્બ વિસ્ફોટ થયો હતો. કાબુલના સુરક્ષા વિભાગ ખાલિદ ઝરદાને વિસ્ફોટની પુષ્ટિ કરી છે. હાલમાં સુરક્ષા દળો વિસ્ફોટના સ્થળે પહોંચી ગયા છે. હાલમાં સમગ્ર વિસ્તારને તાલિબાનના સુરક્ષાકર્મીઓ દ્વારા સીલ કરી દેવામાં આવ્યો છે, હાલમાં ઘાયલોને કાબુલની અલગ-અલગ હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ કાબુલ શહેરના સર-એ-કોતલ ખેરખાનામાં આ બોમ્બ વિસ્ફોટ થયો હતો. કાબુલના સુરક્ષા વિભાગ ખાલિદ ઝરદાને વિસ્ફોટની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચો : કોરોના થયો બેકાબૂ, DGCAની નવી ગાઈડલાઈન જાહેર, માસ્ક ફરી કર્યું ફરજીયાત
હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં આવા ઘણા હુમલા થયા છે, જેમાં મસ્જિદોને નિશાન બનાવવામાં આવી છે. પરંતુ આ હુમલામાં એક નવી વાત પણ છે. અત્યાર સુધી આતંકી સંગઠન આઈએસ દ્વારા શિયા મસ્જિદોને નિશાન બનાવવામાં આવતી હતી. પરંતુ આજે જે વિસ્તારમાં આ બ્લાસ્ટ થયો હતો ત્યાં શિયાઓની વસ્તી નથી.