દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે બુધવારે ‘મેક ઈન્ડિયા નંબર-1’ મિશનની જાહેરાત કરી. દેશનો દરેક નાગરિક ભારતને વિશ્વમાં નંબર વન બનાવવા માંગે છે.આ સપનાને સાકાર કરવા માટે આ મિશન શરૂ કરવામાં આવી રહ્યું છે. દેશના 130 કરોડ લોકોને જોડવાની વાત કરતાં તેમણે કોઈ પાર્ટી માટે નહીં પણ રાષ્ટ્ર માટે મિશન બનાવો. તેમણે કહ્યું કે સારું અને મફત શિક્ષણ, મફત સારવાર, દરેક યુવાનોને નોકરી, મહિલાઓનું સન્માન અને ખેડૂતોની સમૃદ્ધિ માટે કામ કરવું પડશે. આ સપનું પૂરું કરવાની શરૂઆત છે. તેમણે સારા શિક્ષણ, સ્વાસ્થ્ય અને દરેક યુવાનોને રોજગારની વાત કરતા કહ્યું કે, ફરી એકવાર ભારત દુનિયામાં નંબર વન થઈ શકે છે.
आज हम एक राष्ट्रीय मिशन की शुरुआत कर रहे हैं- #MakeIndiaNo1 ???????? हमें 130 करोड़ लोगों को इस मिशन के साथ जोड़ना है। pic.twitter.com/fQKUHbiPbz
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 17, 2022
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આઝાદીને 75 વર્ષ થઈ ગયા છે, આ દરમિયાન આપણે ઘણું મેળવ્યું પરંતુ લોકોમાં ગુસ્સો છે. સવાલ એ છે કે આ 75 વર્ષમાં ઘણા એવા દેશ છે જે આપણા પછી આઝાદ થયા અને આપણાથી આગળ નીકળી ગયા. તેમણે એ પણ જણાવ્યું કે, ભારતના લોકો વિશ્વના સૌથી બુદ્ધિશાળી અને મહેનતુ લોકો છે, વિશ્વમાં શ્રેષ્ઠ છે. તેમ છતાં આપણે પાછળ રહી ગયા છીએ. હાલમાં એકબાજુ કોંગ્રેસ દેશભરમાંથી વિખાઈ રહ્યું છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી દેશભરમાં વ્યાપ વધારી રહ્યું છે. પંજાબમાં સરકાર બનાવ્યા પછી આમ આદમી પાર્ટી મજબૂતાઈ સાથે મેદાનમાં ઉતર્યું છે. હાલમાં આપ ગુજરાતમાં આવનારી વિધાસભાની ચૂંટણીને લઈને તૈયારીમાં લાગ્યું છે.