ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: આબુરોડ માર્ગ પૂર્વવત કરવાની કામગીરી શરૂ, ઘાટની તોતિંગ શિલાઓ ખસેડાઈ

Text To Speech

પાલનપુર: પાલનપુરથી આબુરોડ તરફ જતા નેશનલ હાઇવે પર મલાણા પાટીયા પાસે વરસાદી પાણી ભરાતા તેના નિકાલ માટે પાલનપુર મામલતદાર ગ્રામ્યએ રૂબરૂ મુલાકાત લઇને તેના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણીના નિકાલ માટે પંપ દ્વારા પાણી લિફ્ટીંગ કરીને આ રાષ્ટ્રીય ધોરીમાર્ગને પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે.

આબુરોડ
રાષ્ટ્રીય ધોરીમાર્ગને પૂર્વવત કરવાની કામગીરી શરુ

જ્યારે ભારે વરસાદથી યાત્રાધામ અંબાજીને જોડતા રસ્તામાં ત્રિશુળીયા ઘાટ વિસ્તારમાં રસ્તાઓ પર ભેખડો ધસતા મામલતદાર દાંતા અને તેમની ટીમે ઘટના સ્થળે મજુરો સાથે પહોંચી જઇ ટ્રેક્ટર, જેસીબી અને ડમ્પર જોતરીને રસ્તાને ક્લીયર કરવામાં આવ્યો છે. માઇભક્તોને અંબાજી જવામાં મુશ્કેલી ન પડે તે માટે વરસતા વરસાદમાં પણ વહીવટીતંત્રના અધિકારીઓએ ભેખડો દૂર કરાવી રસ્તાને પૂર્વવત કરવામાં આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં વરસી રહેલા અવિરત વરસાદમાં લોકોને મુશ્કેલી ન પડે તથા રસ્તા પર પાણી ભરાય તો તેનો તાત્કાલિક નિકાલ કરવા સહિતની બાબતો માટે કલેકટર આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન મુજબ પ્રાંત અધિકારીઓ સહિત તાલુકાના લાયઝન અધિકારીઓ અને તેમની સાથે મામલતદારો તથા અન્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે સેવા આપી રહ્યા છે. લોકોને ભારે વરસાદમાં મુશ્કેલીનો સામનો ન પડે તે માટે પાલનપુર ગ્રામ્ય મામલતદાર ધર્મેશ કાછડ અને અંતરીયાળ ગામોમાં દિયોદર મામલતર નીતિન દેસાઇ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. આ બન્ને અધિકારીઓની કામગીરીને કલેકટર આનંદ પટેલે પણ બિરદાવી છે.

આબુરોડ
ભરાયેલા પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ

પાલનપુર મામલતદાર ધર્મેન્દ્ર કાછડે મલાણા પાસેના હાઇવે ઉપર ભરાયેલા પાણીના નિકાલની કામગીરી હાથ ધરી હતી. જ્યારે દિયોદરના મામલતદાર નીતિન દેસાઇએવરસાદના સમયે પાણી નિકાલ સહિતની ખુબ સારી કામગીરી કરીને લોકોને મદદરૂપ બન્યા છે. જેની જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા પણ નોંધ લેવામાં આવી છે.

Back to top button