ધરોઈ ડેમનું સ્તર વધતાં અમદાવાદ સહિત 7 જિલ્લાના નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર
સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે તમામ નદીઓ અને ડેમમાં ભરાઈ રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધરોઇ ડેમ ઓવર ફ્લો થયો છે. ધરોઇ ડેમની જળ સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
અમદાવાદના નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે 9:00 કલાકે 10,000થી 15,000 ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ સાબરમતી નદીમાં છોડવામાં આવશે. જેને લઈ તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારને એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ રિવરફ્રન્ટ પણ બંધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : દાંતીવાડામાં આઠ કલાકમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો
જ્યારે ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન ધરોઇ ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઇ ધરોઇ ડેમની જળસપાટીમાં સતત વધારાને લઇને નીચાણવાળા વિસ્તારને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ધરોઇ ડેમની જળ સપાટી 616.76 ફૂટે પહોચતા ડેમ વોર્નિંગ લેવલે પહોચી ગયો છે. ધરોઇ ડેમ 622 ફૂટે ઓવર ફ્લો થાય છે.
હાલમાં 70 % જેટલુ પાણી સ્ટોર થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. 616.76 ફૂટે ધરોઇ ડેમની જળ સપાટી પહોચતા ધરોઇ ડેમ સાઇટ દ્વારા સરપંચ, તલાટી, મામલતદાર, પ્રાંત અધિકારીને જાણ કરવામાં આવી છે. ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. 616.76 ફૂટે ધરોઈ ડેમની જળસપાટી પહોંચતા ધરોઈ ડેમ સાઈટ દ્વારા સરપંચ તલાટી મામલતદાર પ્રાંત અધિકારીઓને જાણ કરવામાં આવી છે.