ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત કોંગ્રેસને ઝટકો, કોંગ્રેસના બે દિગ્ગજ નેતા જોડાયા ભાજપમાં

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે એટલે પક્ષપલટો થાય તેમાં કોઇ નવાઇ નહીં. વળી આ વખતે તો ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે ત્યારે દરેક પાર્ટી પોતાનો પક્ષ મજબૂત કરવા માટે તોડ જોડની રાજનીતિ કરી રહ્યા છે.  એક તરફ પીએમ મોદી દ્વારા ગુજરાતમાં એકબાદ એક વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યુ છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અઠવાડિયે એકવાર ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. પરંતુ ગુજરાત કોંગ્રેસમાં સૌથી મોટો ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસના સૌથી જૂના નેતા અને પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ તથા પૂર્વ સાંસદ રાજુ પરમાર  સીએમ ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.

કોંગ્રેસના બે પૂર્વ નેતાઓએ ભાજપનો કેસરીઓ ધારણ કર્યો છે. પૂર્વ ગૃહ રાજયમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર ભાજપમાં જોડાયા છે.  પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.  નરેશ રાવલ અને રાજુ પરમારને સી આર પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા. રાજુ પરમારે કહ્યું કે, પહેલાની કોંગ્રેસ અને હાલની કોંગ્રેસ મા ઘણો ફેર છે. કોંગ્રેસમા સિનિયર નેતાઓની અવગણના થાય છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ નરેશ રાવલે પ્રેસ કોંફર્સનમા કર્યો અપશબ્દનો પ્રયોગ. કહ્યું ભાજપે ઝંડા યાત્રા નીકાળી તો પાછળ પાછળ કોંગ્રેસે પણ જખ મારીને ઝંડા યાત્રા નિકાળવી. હું કોઈ માગણી વગર બિન શરતી રીતે જોડાયો છું. કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વમા ગુજરાત પ્રત્યે ખૂબ જ ખરાબ વર્તન છે. કોંગ્રેસમાં અમે મુંજવણ અનુભવતા હતા.

Back to top button