ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદના કર્ણાવતી ક્લબ આગળથી ગાડીઓના કાચ તૂટ્યા, રોકડ સહિત માલસામાનની ચોરી

Text To Speech

અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે આજ રોજ બપોરના સમયગાળા દરમિયાન કર્ણાવતી ક્લબ આગળ પાર્ક કરેલી ગાડીઓના કાચ તોડી રોકડની ચોરી થયાની ઘટના બની છે.

ધોળાદિવસે કર્ણાવતી ક્લબ પાસે ચોરી 

એસ જી હાઈવે પર પોશ વિસ્તારમાં આવેલી કર્ણાવતી ક્લબ પાસે ધોળા દિવસે ગાડીઓના કાચ તૂટ્યા હતા. આ ગાડીઓ કર્ણાવતી ક્લબના મેમ્બરોની હોવાનું સામે આવ્યું છે. અજાણ્યા શખ્સોએ કાચ તોડી ગાડીઓમાં રહેલી રોકડ રકમની ચોરી કરી રફુચક્કર થઇ ગયા છે. ધોળાદિવસે બનેલી ચોરીની ઘટનાને પગલે લોકોમાં ચિંતા ફેલાઈ છે જયારે પોલીસને પણ જાણે ચોરો ચેલેન્જ આપતા હોય તેમ ધોળાદિવસે ચોરીને અંજામ આપ્યો છે. જેને પગલે શહેરીજનો પણ પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઉઠાવી રહી છે.

Back to top button