ઉત્તર ગુજરાત
બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના કેટલાક માર્ગો બંધ કરાયા
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ડીસા તાલુકાના કેટલાક રસ્તાઓ ઓવેરટોપિંગના લીધે હંગામી ધોરણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે અને લોકો પાણી ભરાયેલાં માર્ગો ઉપરથી ચાલતા કે વાહન લઈને પસાર થવાનું જોખમ ના લે. ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના નદી નાળાઓ છલકાઈ ગયા છે. તેમજ ખેતરોમાં પણ સતત પાણી ભરાતા પાણીના વહેણ નીચાણવાળા વિસ્તારોમાં વધી રહ્યા છે. જેના કારણે કેટલાક ડીપ માં આવેલા માર્ગો પાણીમાં ડૂબી જતા આ માર્ગો ઉપર વાહન વ્યવહાર વ્યવહાર રોકી દેવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ તાકીદ કરવામાં આવી છે કે, તેઓ બિનજરૂરી વાહન લઈને જોખમી માર્ગો ઉપરથી પસાર કરવાનું ટાળે.
ક્યા માર્ગો બંધ કરાયા
- ભીલડી – બલોધર રોડ
- ભીલડી – નેસડા – પેપળુ રોડ
- નેશનલ હાઇવે થી ઘટનાળ રોડ
- સ્ટેટ હાઇવે થી ઘટનાળ રોડ
- નવી ભીલડી થી જુના નેસડાથી ઘટનાળ મોટી રોડ
- પાલડી – વડલાપુર રોડ
- કંસારી – શેસુરા રોડ
- ગુગળ એપ્રોચ રોડ
- પેપરાળ – ગણતા રોડ
- લાખણી, ગોઢ થી છત્રાલા રોડ