જન્માષ્ટમીનું વ્રત કરવાથી મળે છે 20 કરોડ એકાદશીનું ફળ, નોંધી લો તિથિ, પૂજા વિધિ, શુભમુર્હૂત
19 ઓગસ્ટે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. અષ્ટમી તિથિ 18મી ઓગસ્ટે બપોરે 12:14 કલાકે શરુ થશે. જે 19 ઓગસ્ટે બપોરે 1:06 વાગ્યા સુધી રહેશે. આ દિવસે રોહિણી નક્ષત્ર સાંજે 4.58 કલાકે પ્રવેશ કરશે. તેથી જ 19મી ઓગસ્ટે દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ઉપવાસ કરવામાં આવે છે. વૈષ્ણવ અને ગૃહસ્થ બંને એક જ દિવસે જન્માષ્ટમી ઉજવશે. જન્માષ્ટમીનું વ્રત કરવાથી 20 કરોડ એકાદશીનું ફળ મળે છે.
પૂજા વિધિ
સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે દિનચર્યા પતાવી લો
ઘરના મંદિરમાં સાફ સફાઈ કરો.
ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો.
બધા દેવી-દેવતાઓને જલાભિષેક કરો.
ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ એટલે કે લાડુ ગોપાલની પૂજા કરો
લાડુ ગોપાલને જલાભિષેક ચઢાવો.
આ દિવસે લાડુ ગોપાલને ઝુલામાં ઝુલાવો.
તમારી ઈચ્છા મુજબ લાડુ ગોપાલને ભોગ ચઢાવો
ધ્યાનમાં રાખો કે ભગવાનને માત્ર સાત્વિક વસ્તુઓ જ અર્પણ કરવામાં આવે છે.
લાડુ ગોપાલને પુત્રની જેમ પ્રેમથી જમાડો.
આ દિવસે રાત્રી પૂજાનું મહત્વ છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રાત્રે થયો હતો.
રાત્રે ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ પૂજા કરો.
લાડુ ગોપાલની આરતી કરો.
આ દિવસે વધુને વધુ લાડુ ગોપાલનું ધ્યાન રાખો.
આ દિવસે લાડુ ગોપાલની વધુને વધુ સેવા કરો.