ઉત્તર ગુજરાત

બનાસકાંઠામાં વરસાદની ધુંઆધાર બેટિંગ

Text To Speech

પાલનપુર: મેઘરાજા 24 કલાકથી બનાસકાંઠા જિલ્લાને ઘમરોળી રહ્યા છે. અહીંના મોટાભાગના તાલુકાઓમાં ભારેથી અતિભારે હજુ વરસાદ ચાલુ છે. જેના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તાર ના માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. તો ખેતરો પાણીથી બેટમાં ફેરવાયા હોવાના નજરે પડી રહ્યા છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારના માર્ગોને તકેદારીના પગલાં રૂપે હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યા છે.

જિલ્લા 24 કલાકમાં સૌથી વધુ ડીસામાં સાડા સાત ઇંચ વરસાદ નોંધાયો છે. દાંતીવાડામાં 6.5, દાતામાં છ ઇંચ, અમીરગઢમાં પાંચ ઇંચ, પાલનપુરમાં 4.5, કાંકરેજમાં ચાર ઇંચ અને દિયોદરમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકાઓમાં બેથી ચાર ઇંચ વરસાદ નોંધાવવા પામ્યો છે.

Back to top button