ટોપ ન્યૂઝબિઝનેસવર્લ્ડ

એલોન મસ્કે કર્યું મોટું એલાન,કહ્યું: હું માન્ચેસ્ટર યુનાઈટેડ ખરીદી રહ્યો છું

Text To Speech

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કના એક ટ્વિટથી ફરી ખળભળાટ મચી ગયો છે. ટેસ્લાના સીઈઓ મસ્કે બુધવારે એક ટ્વીટમાં લખ્યું કે તેઓ ઈંગ્લિશ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડને ખરીદવા જઈ રહ્યા છે. તેમણે લખ્યું કે હું માન્ચેસ્ટર યુનાઈટેડને ખરીદી રહ્યો છું. તેમના ટ્વીટ બાદ ફરી એકવાર ઈન્ટરનેટ પર સનસનાટી મચી ગઈ છે.

એલોન મસ્કે કર્યું મોટું એલાન

એલોન મસ્ક દરરોજ ઘણા અણધાર્યા પગલાં લેતા રહે છે. હાલમાં જ તે ટ્વિટરને લઈને દુનિયાભરમાં જબરદસ્ત ચર્ચામાં હતો. તેણે જાહેરાત કરી કે તે ટ્વિટર ખરીદી રહ્યો છે. જોકે તેની ડીલ ફાઈનલ થઈ શકી નથી. હવે તે ફરી એકવાર આવી જ જાહેરાત કરીને ચર્ચામાં આવી ગયો છે. તેના આ ટ્વીટ પર યુઝર્સ ફીડબેક પણ આપી રહ્યા છે.

એલોન મસ્ક માન્ચેસ્ટર યુનાઈટેડ ખરીદી રહ્યો છું

માન્ચેસ્ટર યુનાઈટેડ ફૂટબોલ ક્લબ એ ઓલ્ડ ટ્રેફોર્ડ, ગ્રેટર માન્ચેસ્ટર સ્થિત એક અંગ્રેજી ફૂટબોલ ક્લબ છે. તે વિશ્વની સૌથી લોકપ્રિય ફૂટબોલ ક્લબમાંની એક છે. સુપ્રસિદ્ધ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ આ ક્લબ માટે રમે છે. એલોન મસ્ક આ ક્લબ ખરીદવાની વાત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે તમારી ખરીદી ક્લબનું પ્રદર્શન સુધારી શકે છે.

તે માત્ર એક સંયોગ છે કે તાજેતરમાં માન્ચેસ્ટર યુનાઇટેડને પ્રીમિયર લીગના ઇતિહાસમાં તેમની સૌથી ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો. કોચ તરીકે એરિક ટેન હાગની ટીમને શનિવારે બ્રેન્ટફોર્ડ સામે 4-0થી હારનો સામનો કરવો પડ્યો હતો.

Back to top button