ગુજરાતટોપ ન્યૂઝ

સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા, 19 ગામોમાં એલર્ટ

Text To Speech

ગુજરાતમાં પડી રહેલા અવિરત વરસાદના પગલે, રાજ્યના જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે. ત્યારે બુધવારે સવારે ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવક વધી રહી છે. હાલ 23 દરવાજા 3.25 મીટર સુધી ખોલીને 5,28,464 ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યું છે. સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સામાન્ય ઘટાડો થતાં સપાટી 134.32 મીટરે પહોંચી છે. જોકે ઉપરવાસમાં પાણીની આવક વધતા જાવક પણ વધારવામાં આવી રહી છે. છે. પાણીની આવક 5,58,599 ક્યુસેક નોંધાઈ છે. રિવરબેડ પાવરહાઉસમાં 6 ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન કરીને 44,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાય છે. નદીમાં કુલ જાવક 5,72,000 ક્યુસેક છે. નર્મદા નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચના અપાઈ છે.

પાણી છોડાયું, કાંઠા ગામોમાં એલર્ટ 
દેવ અને નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા વડોદરાના 19 ગામ એલર્ટ પર મૂકાયા છે. ડેમમાં પાણી છોડાતા ડભોઈના ગામના લોકોની ચિંતા વધી છે. દેવ ડેમમાંથી ગત મોડી રાત્રે 2894 ક્યૂસેક પાણી છોડાયું છે. આવામાં યાત્રાધામ ચાંદોદના મહાલરાવ ઘાટના 108 માંથી 17 પગથિયા બાકી રહ્યાં છે. નર્મદા કાંઠા વિસ્તારના પણ 7 ગામને એલર્ટ કરાયા છે. સરદાર સરોવરમાંથી પાણી છોડાતા નર્મદા નદી ગાંડીતૂર બની છે. દંગીવાળા, નારણપુરા, અમરેશ્વર, બનૈયા, પ્રયાગપુરા, અંગુઠણ સહિતના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

ગુજરાતમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી
ગુજરાતમાં હજુ પણ 4 દિવસ ભારે વરસાદની આગાહી છે. આજે અને કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, કચ્છ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં નવસારી, સુરત, તાપી, ડાંગ, મહેસાણા, અરવલ્લી, મહીસાગરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેમ કે, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, અમરેલી, ગીર સોમનાથ અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

Back to top button