ટ્રેન્ડિંગધર્મ

આજે બલરામ જયંતિ : કૃષ્ણના મોટા ભાઈના જન્મની પણ છે રોચક વાર્તા

Text To Speech

આજે શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામની જયંતિ છે. આ પર્વ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સાથે જ, મહિલાઓ આ દિવસે છઠ્ઠ માતા માટે વ્રત અને ઉપવાસ કરે છે. આ વ્રત સંતાન સુખ, સ્વાસ્થ્ય અને સારા જીવનની કામના સાથે કરવામાં આવે છે. દર વર્ષે શ્રાવણ મહિનાના વદ પક્ષની છઠ્ઠ તિથિએ બલરામ જયંતિ ઊજવવામાં આવે છે, તેને હળછઠ્ઠ પણ કહેવામાં આવે છે. હળછઠ્ઠ પછી શ્રાવણ વદ આઠમના શુક્રવારે જન્માષ્ટમી ઉજવવામાં આવશે.

શું છે જન્મની રોચક કથા 

દ્વાપર યુગમાં આ તિથિએ ભગવાન વિષ્ણુના પ્રિય શેષનાગજીએ બલરામના સ્વરૂપમાં અવતાર લીધો હતો. પુરાણોના ભગવાન શેષનાગે દેવકીના ગર્ભમાં સાતમા પુત્ર તરીકે પ્રવેશ કર્યો હતો. કંસ આ ગર્ભના બાળકને જન્મતાની સાથે જ મારી નાખવા માંગતો હતો. ત્યારે ભગવાન શ્રી હરિએ યોગમાયાને બોલાવીને કહ્યું કે, તમે આ દેવકીનો ગર્ભ લઈ લો અને તેને રોહિણીના ગર્ભમાં મૂકો. આમ બલરામજીએ યશોદા મૈયા સાથે રહેતા વાસુદેવજીની પ્રથમ પત્ની રોહિણીના ગર્ભમાંથી જન્મ લીધો હતો. બલરામ હલ અને ખલને શસ્ત્ર સ્વરૂપમાં ધારણ કરતા હતાં, જેના કારણે તેમને હલધર પણ કહેવામાં આવે છે.

Balram Jayanti

બલરામની ખાસ વાત

બલરામ ગદા યુદ્ધમાં પારંગત હતાં. ભીમ અને દુર્યોધન તેમના પ્રિય શિષ્ય હતાં. મહાભારત યુદ્ધના અંતમાં જ્યારે ભીમે દુર્યોધનની જાંધ ઉપર ગદાના નિયમ વિરૂદ્ધ પ્રહાર કર્યો હતો, ત્યારે બલરામ ભીમ ઉપર ખૂબ જ ગુસ્સે થયા હતાં. તે સમયે શ્રીકૃષ્ણના સમજાવવાથી તેમનો ગુસ્સો શાંત થયો હતો. ખાસ વાત એ છેકે અમદાવાદ સ્થિત પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ સાથે બલરામ અને સુભદ્રાની મૂર્તિઓ આવેલી છે.

આ પણ વાંચો : આર્થિક તંગી દૂર કરવા આ ફૂલ લોકરમાં રાખો અને લક્ષ્મીજીના આશિર્વાદ મેળવો

Back to top button