મહિલા ક્રિકેટનું ભવિષ્ય ઉજળું, પહેલી વખત ICC એ કરી મોટી જાહેરાત
ICC (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) એ પ્રથમ વખત વુમન્સ ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP) ની જાહેરાત કરી છે. અત્યાર સુધી ICC માત્ર મેન્સ ક્રિકેટ માટે જ FTP તૈયાર કરતી હતી પરંતુ પ્રથમ વખત 16 ઓગસ્ટ 2022થી 2025 દરમિયાનના વુમન્સ ફ્યુચર ટૂર પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે. ક્રિકેટની સૌથી મોટી સંસ્થાએ મેગા ઈવેન્ટ વિશે પણ જાહેરાત કરી દીધી છે કે કઈ ટૂર્નામેન્ટ ક્યારે અને ક્યાં રમાશે?
FTP આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડરની રૂપરેખા તૈયાર કરે છે. તેમાં ICC ઈવેન્ટસ ઉપરાંત દ્વિપક્ષીય આંતરરાષ્ટ્રીય શ્રેણીનો પણ સમાવેશ થાય છે. મહિલા ક્રિકેટ માટે રચાયેલ FTPમાં એપ્રિલ 2025ના અંત સુધીમાં તમામ દેશો માટે આંતરરાષ્ટ્રીય શ્રેણીની જાહેરાત કરવામાં આવી છે. આમાં ભારતમાં યોજાનારી ICC મહિલા વિશ્વ કપ માટે ફ્યૂચર ટૂર પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વિશે વાત કરીએ તો, વર્ષ 2022થી 2025 સુધી હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની ટીમ 2 ટેસ્ટ, 24 વન-ડે આંતરરાષ્ટ્રીય અને 36 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. T-20 વર્લ્ડ કપ અને અન્ય ઈવેન્ટની મેચો આમા સામેલ નથી. આ બન્ને ટેસ્ટ મેચો ભારતની ધરતી ઉપર યોજાશે. એક મેચ ઈંગલેન્ડની સામે અને એક મેચ ઓસ્ટ્રેલિયાની સામે રમાશે.
ICC વુમેન્સ મેગા ઈવેન્ટની લિસ્ટ
ફેબ્રુઆરી 2023માં સાઉથ આફ્રિકામાં વુમેન્સ T-20 વર્લ્ડ કપ
સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024માં બાંગ્લાદેશમાં વુમેન્સ T-20 વર્લ્ડ કપ
સપ્ટેમ્બર-ઓક્ટોબર 2025માં ભારતમાં વુમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ
જૂન 2026માં ઈંગલેન્ડમાં વુમેન્સ-વુમેન્સ T-20 વર્લ્ડ કપ
ફેબ્રુઆરી 2027માં શ્રીલંકામાં વુમેન્સ T-20 ચેમ્પિયન્સ ટ્રોફી