ગુજરાતટોપ ન્યૂઝ

બિન સચિવાલય પરીક્ષા મામલે મોટા સમાચાર, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની યાદી ટુંક સમયમાં કરાશે જાહેર

Text To Speech

થોડા સમય પહેલા લેવાયેલી બિનસચિવાલયની પરિક્ષાને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જી હાં આ પરિક્ષાને લઈને તમારા માટે આજે એક ખુશીના સમાચાર એ છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની માટેની યાદી હવે ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ અંગે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની યાદીને લઈને ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે લેખિત પરીક્ષા અને કોમ્પ્યુટર ટેસ્ટ બાદ સફળ થયેલા ઉમેદવારોની ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની યાદી થોડા સમયમાં જાહેર કરવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

આ અંગેની સત્તાવાર યાદી ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા ચાલુ મહિનાના અંત સુધીમાં જાહેર કરી દેવામાં આવશે.બિન-સચિવાલય કારકુન યાદી આ મહિનાના અંત સુધીમાં પ્રકાશિત કરવામાં આવશે. તેમ ગૌણ સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ એ.કે. રાકેશે ટ્વીટ કરી માહિતી આપી હતી.બિન સચિવાલય સેવા કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટ, વર્ગ-3 સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ભાગ-1 યોજાઈ હતી.ત્યારબાદ GSSSB બિન સચિવાલય ક્લાર્કની લેખિત પરીક્ષાનું ક્લાર્ક ભરતીના ઉમેદવારોની યાદી જૂન માસમાં જાહેર કારાઈ હતી.જેમાં 3901 જગ્યા માટે 12000 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતમાં દરેક બાળકને મફતમાં અને સારૂં શિક્ષણ મળશે, જન્મદિવસે કેજરીવાલે ગુજરાતને આપી 5 મોટી ગેરન્ટી

Back to top button