ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં દરેક બાળકને મફતમાં અને સારૂં શિક્ષણ મળશે, જન્મદિવસે કેજરીવાલે ગુજરાતને આપી 5 મોટી ગેરન્ટી

Text To Speech

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે હવે તમામ પાર્ટી મેદાનમાં ઉતરીને એડીચોટીનું જોર લગાવી રહી છે. જો કે આ વખતે ભાજપ કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરી હોય તેવું લાગી રહ્યું છે. આ વખતે ગુજરાતમાં ત્રીપાખીંયો જંગ થવાનો છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ભાજપ કોંગ્રેસને પડકાર આપવા માટે તૈયાર છે. કેજરીવાલ હવે દર અઠવાડિયા ગુજરાતની મુલાકાતે આવે છે અને ગેરન્ટી દાવ રમે છે. ત્યારે આજે પણ અરવિંદ કેજરીવાલે પોતાના જન્મ દિવસે ગુજરાત શિક્ષણ જગતને લઈને 5 મોટી ગેરન્ટી આપી છે.

દરેક મુલાકાત દરમિયાન કેજરીવાલ કોઇને કોઇ ગેરન્ટીની જાહેરાત કરે છે. આજે જન્મદિવસે તેમણે કચ્છની મુલાકાત કરી છે અને શિક્ષણ ક્ષેત્રની ગેરન્ટીની જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું છેકે, બાળકોને મફત અને સારુ શિક્ષણ આપવામાં આવશે. કેજરીવાલે જણાવ્યું કે, સરકારી શાળાઓની હાલત કથળેલી છે, સુધારવાની જરૂર છે. ગુજરાતમાં 44 લાખ બાળકો ખાનગી શાળામાં ભણે છે. કચ્છમાં મોટી સંખ્યામાં સરકારી સ્કૂલ ખોલીશું. દરેક વ્યક્તિને અમીર બનાવવાનું મારું લક્ષ્ય. લોકો અમીર થશે તો દેશ અમીર બનશે. વિદ્યા સહાયકના ઘણા મુદ્દા છે તો તેમને કહેવા માગુ છું કે, વિદ્યા સહાયકો અમારી પાર્ટીનો પ્રચાર કરો, ત્રણ મહિનામાં અમારી સરકાર બનશે તો તમારી તમામ સમસ્યાનું નિરાકરણ લાવીશું.

કેજરીવાલે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ખાનગી સ્કૂલો ભાજપના નેતાઓની હોવાથી સરકારી સ્કૂલોની હાલત કફોડી છે. દિલ્હીમાં 4 લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ્યા. કારણ કે ખાનગી શાળાની ફી વધારા પર રોક લગાવી, ઓડિટમાં કરોડોની ગેરકાનૂની રીતે એફ.ડી. કરાવેલી તે રૂપિયા વાલીઓને પરત કરાવ્યા. આવુ જ ગુજરાતમાં કરવું છે. પૈસાના વાંકે બાળકોના શિક્ષણ નહીં રૂંધાય. ગુજરાતમાં પણ ખાનગી સ્કૂલોની ઓડિટ કરાવશુ, ફી વધારા માટે સરકારની મંજૂરી લેવી પડશે તેમજ સ્કૂલોમાંથી પુસ્તકો અને યુનિફોર્મ ખરીદવાનું બંધ કરાવશે તો વિદ્યા સહાયકોને કાયમી કરાવાશે અને તેમને સન્માન અપાવશુ.

Arvind Kejriwal

કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા ગુજરાત આવ્યો ત્યારે પોલીસના ગ્રેડ પે અંગે સમર્થન કર્યું જેના બાદ ગુજરાત સરકાર આ મુદ્દે જાગી પરંતુ ગ્રેડ પેના સ્થાને માત્ર પગાર ભથ્થા વધારીને લોલીપોપ આપી. એ ભથ્થાનો ભલે સ્વીકાર કરો ગ્રેડ પે પોલીસને આપની સરકાર આપશે. આ માટે સર્વે લોકોએ આપની સરકાર આવે એ માટે કામ ઉપર લાગી જવા કહ્યું હતું. આ વેળાએ તેમની સાથે મંચ પર ગુજરાત આમ આદમી પાર્ટીના અગ્રણી ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટલીયા, કૈલાશ ગઢવી, ગુલાબસિહ યાદવ, મનોજ સોરઠીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકાઓમાં વરસાદ, પલસાણામાં સૌથી વધુ વરસાદ

Back to top button