બિઝનેસ

અદાણી લોજિસ્ટિકે દ.ગુજરાતનો સૌથી વિશાળ ICD પોતાને નામે કર્યો, વાપીના ઔદ્યોગિક ઝોનને શું થશે લાભ ?

Text To Speech

અમદાવાદ : અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી લોજિસ્ટિક્સ લિ. (ALL) એ નવકાર કોર્પોરેશન લિમિટેડ પાસેથી વાપીના તુમ્બ ખાતેનો ICD  (Inland Container Depot) રૂ. 835 કરોડની એન્ટરપ્રાઇઝ કિંમતે હસ્તગત કરવા માટે એક નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સોદામાં 0.5 મિલિયન TEU હેન્ડલ કરવાની ક્ષમતા સાથે કાર્યરત ICD ના સંપાદનનો સમાવેશ થાય છે. ICD એટલે એવી જગ્યા જ્યાં કન્ટેનર પાર્ક કરવામાં આવે છે અને તેનો જથ્થો ત્યાં જમા રહે છે.  તેમજ ત્યાંથી બીજા સ્થાન પર હેરફેર કરવાના હોય છે.

ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોરના રુટ સાથે વધારાના ઔદ્યોગિક કોરિડોર અને લોજિસ્ટિક પાર્ક ઉમેરાયા હોવાથી નજીકના ભવિષ્યમાં ક્ષમતા અને કાર્ગો વધારવા માટે વધારાનો વિસ્તરણ માર્ગ આ ડેપો સાથે સંલગ્ન 129 એકર જમીન પૂરો પાડે છે તુમ્બ ICD પાસે પશ્ચિમ ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર સાથે ચાર રેલ હેન્ડલિંગ લાઈનો અને એક ખાનગી ફ્રેઈટ ટર્મિનલ છે અને તેમાં કસ્ટમ નોટિફાઈડ જમીન અને બોન્ડેડ વેરહાઉસની સવલત છે.

ICD Vapi Hum Dekhenge

અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.ના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણ સમયના ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે તુમ્બ એ દેશના સૌથી વિશાળ ICD પૈકીનો સૌથી વધુ ધમધમતો ડેપો છે. સૌથી વ્યસ્ત ઔદ્યોગિક ઝોન પૈકીના એકની વચ્ચે તેની વ્યૂહાત્મક સ્થિતિને જોતાં અને ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર સુધીની પહોંચ તેની બંને બાજુ આવેલા સતત કામગીરીથી ધમધમતા હઝીરા અને ન્હાવા શેવા બંદરોની ઍક્સેસ સાથે વિશાળ અંતરિયાળ વિસ્તારને અર્થપૂર્ણ સેવા પૂરી પાડવા માટે મોકળાશ આપે છે, રેલવે દ્વારા માલ સામાનનું પરિવહન સડક માર્ગ કરતાં પાંચ ગણું વધુ બિનપ્રદુષિત હોવા ઉપરાંત ફ્રેટ કોરીડોર સાથે તેની ઍક્સેસનો બીજો મુખ્ય ફાયદો એ છે કે તે સરેરાશ ટ્રાન્ઝીટના સમયમાં બચત કરે છે જે 24 કલાકના માર્ગ પરિવહનની તુલના સામે રેલ્વે દ્વારા ૧૦ કલાકમાં થતું હોવાની સંભાવના છે.

આ સંપાદન ટ્રાન્સપોર્ટ યુટીલિટી બનવા તરફની અમારી પરિવર્તન વ્યૂહરચના સાથે સાનુકૂળ રીતે બંધ બેસે છે તેમજ અમારા ગ્રાહકોને આર્થિક રીતે ઘર આંગણે સેવાઓ પૂરી પાડવાના અમારા હેતુની નજીક લઈ જાય છે. અમે રાષ્ટ્ર માટે વિશ્વ કક્ષાની ટકાઉ બહુલક્ષી-મોડલ સપ્લાય ચેઇનના ઉકેલનું નિર્માણ કરીને ઇન્ટીગ્રેટેડ વોલ્યુમને બે ટોચના આંકડામાં વધારવાનો વિશ્વાસ ધરાવીએ છીએ.

જમીનની કિંમત અને વર્તમાન અસ્કયામતોના રિપ્લેસમેન્ટ ખર્ચ પર આધારિત આ સંપાદનની રૂ.835 કરોડનું એન્ટરપ્રાઇઝ મૂલ્ય છે, જે નાણાકીય વર્ષ 2023ના 7.8 ગુણાંક EBITDA ના આધારે EV/EBITDA ગુણાંક સૂચવે છે. આ સોદો પરંપરાગત નિયમનો અને ધિરાણકર્તાની મંજૂરીઓને આધીન છે અને વિત્ત વર્ષના બીજા ક્વાર્ટર માં સંપ્પન થવાની અપેક્ષા છે.

આ પણ વાંચો : મોંઘવારીનો માર: અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો કર્યો વધારો, નવો ભાવ આવતીકાલથી લાગુ

Back to top button