ટોપ ન્યૂઝવર્લ્ડ

પાકિસ્તાનના પૂર્વ પડાપ્રધાન નવાઝ શરીફનો ‘વનવાસ’ પૂરો, ટૂંક સમયમાં લંડનથી પરત ફરે તેવી શક્યતા

Text To Speech

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનો દેશવટો આખરે ટૂંક સમયમાં સમાપ્ત થશે. તેઓ આવતા મહિને પાકિસ્તાન પરત ફરી શકે છે. પાકિસ્તાનના મંત્રીએ સોમવારે કહ્યું કે, તેમની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના વડા અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ આવતા મહિને લંડનથી પરત ફરશે. નવાઝ શરીફ પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીફના મોટા ભાઈ છે.

‘નવાઝ શરીફ વિના પાકિસ્તાનની રાજનીતિ અધૂરી’

હકીકતમાં પાકિસ્તાન સરકારના મંત્રી અને પાકિસ્તાન મુસ્લિમ લીગના દિગ્ગજ નેતા મિયાં જાવેદ લતીફે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, નવાઝ શરીફ સપ્ટેમ્બરમાં લંડનથી પાકિસ્તાન પરત ફરશે. તેના પરત ફર્યા બાદ પીએમએલ-એન તેને જેલમાં જવા દેશે નહીં. લતીફે એમ પણ કહ્યું કે, 72 વર્ષીય નવાઝ શરીફે હવે કોઈપણ ભોગે પાકિસ્તાન આવવું જોઈએ, કારણ કે તેમની હાજરી વિના પાકિસ્તાનની રાજનીતિ અધૂરી છે.

‘પાકિસ્તાનના લોકો ઈચ્છે છે કે તેઓ અહીં હોય’

લતીફે તાજેતરમાં જ શરીફને લંડનમાં મળ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે, શરીફના વાપસી અંગે ડોકટરોના અલગ-અલગ અભિપ્રાયો હોઈ શકે છે, પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું. પરંતુ પાકિસ્તાનના લોકો ઈચ્છે છે કે તેઓ અહીં હોય. ત્યારે સૂત્રોએ એ પણ જણાવ્યું કે, શાહબાઝ શરીફ નવાઝને પરત લાવવા માટે લાંબા સમયથી વ્યસ્ત છે.

બીજી તરફ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના અધ્યક્ષ ઈમરાન ખાને દાવો કર્યો હતો કે, સોદાબાજીના ભાગરૂપે સપ્ટેમ્બરના અંત સુધીમાં શરીફને પરત લાવવાના પ્રયાસો ચાલુ છે. ખાને દેખીતી રીતે પીએમએલએન વડા નવાઝ શરીફના લંડનથી આવતા મહિને પરત ફરવાનો માર્ગ મોકળો કરવાના કાવતરાના ભાગરૂપે સેનાને પદભ્રષ્ટ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં સત્તારૂઢ પીએમએલ-એનના વડા અને દેશના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ નવેમ્બર 2019માં સારવાર માટે લંડન ગયા હતા. લંડન જતા પહેલા શરીફ અલ-અઝીઝિયા ભ્રષ્ટાચાર કેસના સંબંધમાં લાહોરની કોટ લખપત જેલમાં સાત વર્ષની જેલની સજા ભોગવી રહ્યા હતા.

Back to top button