નેશનલ

I-Card અને બોર્ડિંગ પાસની હવે મગજમારી નહીં રહે, માત્ર મોબાઈલથી મળશે એરપોર્ટ પર એન્ટ્રી

Text To Speech

હવાઈ મુસાફરી કરતા યાત્રીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. નવા વર્ષની શરૂઆત સાથે હવે ફ્લાઈટ માટે જરૂરી ઓળખ પત્ર અને બોર્ડિંગ પાસની ઝંઝટમાંથી મુક્તિ મળશે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે સોમવારે બીટા વર્ઝન પર આધારિત DigiYatra એપ લોન્ચ કરી છે. આ એન્ડ્રોઇડ એપ હવાઈ મુસાફરી કરતા મુસાફરોની સુવિધા માટે લોન્ચ કરવામાં આવી છે. DIAL અનુસાર, એકવાર આ એપની સેવા શરૂ થઈ ગયા પછી મુસાફરોને તેમના ઓળખ કાર્ડ અને બોર્ડિંગ પાસ સાથે રાખવાની જરૂર રહેશે નહીં.

મુસાફરોની એન્ટ્રી પેપરલેસ અને સીમલેસ બનાવવાનો ઉદ્દેશ

DIALએ જણાવ્યા કે અમારો ઉદ્દેશ્ય એરપોર્ટ પર મુસાફરોની એન્ટ્રી પેપરલેસ અને સીમલેસ બનાવવાનો છે, જેનાથી સમયની બચત થશે. મતલબ કે હવે એપની મદદથી મુસાફરોને ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી દ્વારા એરપોર્ટ એન્ટ્રી આપવામાં આવશે. હાલમાં આ સુવિધા દિલ્હી એરપોર્ટના ટર્મિનલ નંબર 3 પર ટ્રાયલ તરીકે શરૂ કરવામાં આવી છે.

Airport
Airport

20 હજાર મુસાફરોએ આ એપ દ્વારા પેપરલેસ અને સીમલેસ એન્ટ્રી કરી

ટ્રાયલ દરમિયાન અત્યાર સુધીમાં લગભગ 20 હજાર મુસાફરોએ આ એપ દ્વારા પેપરલેસ અને સીમલેસ એન્ટ્રી કરી છે. આ એપની મદદથી મુસાફરોએ માત્ર એક જ વાર બાયોમેટ્રિક અને અન્ય વિગતો સબમિટ કરવાની રહેશે. પછીથી આ ડિજિટલ વિગત દ્વારા જ આગામી સફર કરી શકે છે. DigiYatra એપનું બીટા વર્ઝન ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ થઈ ગયું છે. એપનું iOS વર્ઝન પણ એક અઠવાડિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પણ વાંચો : અંતરિક્ષમાં લહેરાયો ત્રિરંગો, Video જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે

આ રીતે કરી શકશો ઉપયોગ

DigiYatra એપ પર તમારે ફોન નંબર અને આધાર વિગતોની મદદથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ ફોનના ફ્રન્ટ કેમેરા સાથે સેલ્ફી લો અને તેને સબમિટ કરો. છેલ્લે વેક્સિનેશનની વિગતો અને બોર્ડિંગ પાસ સ્કેન કરીને એપમાં ઉમેરવાના રહેશે. આ પછી તમે એપની મદદથી એન્ટ્રી કરી શકશો.

Back to top button