ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, ગરમી વચ્ચે કમોસમી વરસાદની જાણો શું છે આગાહી


- ઘણાં શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે
- લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી
- સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા પવન ફૂંકાશે
ગુજરાતમાં હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જ્યાં ઘણાં શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે.
સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા પવન ફૂંકાશે
હવામાન વિભાગ અનુસાર, આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની ધારણા છે. ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. 29મી માર્ચ અને 30મી માર્ચે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી શક્યતા છે.
લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી
હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી શકે છે. લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડા પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેવાની સાથે કમોસમી વરસાદની પણ આગાહી છે.
આ પણ વાંચો: ગુજરાત : 1 એપ્રિલથી આ નેશનલ હાઇવે ટોલ પ્લાઝા પર ચૂકવવો પડશે વધુ ટેક્સ