દક્ષિણ ગુજરાતમાં ફરી ધર્માંતરનાં કાવતરાંઃ ભાજપના ધારાસભ્ય પોતે શંકાના ઘેરામાં?

નવસારી, 28 માર્ચ, 2025: દક્ષિણ ગુજરાતમાં ફરી ધર્માંતરનાં કાવતરાં થઈ રહ્યા હોવાના અહેવાલ છે. religious conversion in South Gujarat અને તેમાં પણ આઘાતજનક બાબત એ છે કે, આ કાવતરામાં ભાજપના ધારાસભ્ય પોતે શંકાના ઘેરામાં છે. અગ્રણી સનાતની કાર્યકર કાજલબેન હિન્દુસ્તાનીના એક ટ્વિટને પગલે આ મુદ્દે સૌનું ધ્યાન દોરાયું છે. કાજલબેને તેમના ટ્વિટમાં ચિંતા વ્યક્ત કરી છે કે, ગુજરાતમાં ખુલ્લેઆમ વનવાસીઓનું ધર્માંતરણ થઈ રહ્યું છે.
રાજ્યમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં છેલ્લા પાંચેક વર્ષથી દક્ષિણ ગુજરાતમાં ફરી મિશનરીઓની ઘૂસણખોરી વધી ગઈ છે અને ભોળા વનસાવીઓને ફોસલાવી રહ્યા હોવાનું જાણવા મળે છે. આ અંગે સ્થાનિક વનવાસી સમાજના અગ્રણીઓને ટાંકીને જણાવવામાં આવી રહ્યું છે કે, મિશનરીઓ તો ઘૂસણખોરી કરી રહ્યા છે પરંતુ આઘાતજનક બાબત એ છે કે, ભાજપના ધારાસભ્ય પોતે ધર્માંતરણમાં સામેલ હોય એવી છાપ ઉપસી રહી છે.
घटना- व्यारा, जिला तापी (गुजरात)
गुजरात में खुलेआम हो रहा है वनवासियों का धर्मांतरण…!!
पिछले पाँच वर्षों में बहुत ही तेज़ी से दक्षिण गुजरात में बढ़ रहा है मिशनरीयो का धर्मांतरण का खेल
वनवासी समाज के सामाजिक संगठन “देव बिरसा सेना” ने कहा- “भाजपा विधायक #मोहन_कोंकणी धर्मांतरण… pic.twitter.com/1tAH3TeQ8d
— Kajal HINDUsthani (@kajal_jaihind) March 25, 2025
ગુજરાતના આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓ ઝડપથી ઘૂસણખોરી કરી રહ્યા છે. નિર્દોષ આદિવાસીઓને ધર્માંતરણ કરાવીને આ વિસ્તારની ડેમોગ્રાફી બદલવાનું કાવતરું ઝડપથી ચાલી રહ્યું છે. ઓપઈન્ડિયાના એક અહેવાલ અનુસાર, આ બધું હોવા છતાં, સરકારથી લઈને મીડિયા સુધી, દરેક વ્યક્તિ આ મુદ્દા પર નિષ્ક્રિય સ્થિતિમાં છે. હિન્દુ કાર્યકર્તાઓ આ સમસ્યા સામે સતત લડી રહ્યા છે, પરંતુ તેઓ હવે હારી પણ રહ્યા છે.
આ અહેવાલ મુજબ જોકે કથાકાર મોરારી બાપુની જાહેરાત પછી ખ્રિસ્તી ધર્માંતરણની આ સમસ્યા ફરી એકવાર ચર્ચામાં આવી છે. મોરારી બાપુએ ખ્રિસ્તી ધર્માંતરણ રોકવા માટે અહીં ખુલતી દરેક નવી શાળાને ₹1 લાખનું દાન આપવાનું વચન આપ્યું છે. તેમણે રાજ્ય સરકારને આ બાબતે ધ્યાન આપવા જણાવ્યું છે. વાસ્તવિક પરિસ્થિતિ, આંકડા અને સ્થાનિક લોકોના અનુભવો દર્શાવે છે કે જો સરકાર આ બાબતે તત્કાળ કોઈ પગલાં નહીં લે તો ખૂબ જ ટૂંક સમયમાં આ વિસ્તારમાં મોટા ફેરફારો થશે. દેવ બિરસા સેનાના નેતા અરવિંદ વસાવા કહે છે કે માત્ર થોડાં વર્ષમાં તાપીમાં લગભગ 1,500 નાના-મોટા ચર્ચ સ્થાપિત થયા છે અને તેમાંથી મોટાભાગના ગેરકાયદે છે.
આ ક્ષેત્રમાં દિવસેને દિવસે ખ્રિસ્તીઓની સંખ્યા વધી રહી છે છતાં સરકારી રેકોર્ડ મુજબ કોઈ ધર્માંતરણ થઈ રહ્યું નથી! દેવ બિરસા સેનાના કાર્યકર અરવિંંદ વસાવા કહે છે કે આખો તાપી-સોનગઢ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે. અહીં ગેરકાયદે રીતે ૧૫૦૦ ચર્ચ સ્થાપિત થયા છે. વિવિધ રાજ્યોમાંથી આવતા ખ્રિસ્તી પાદરીઓ આ વિસ્તારમાં જાહેર સભાઓ અને પ્રાર્થના સભાઓથી લઈને અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. વસાવાનો પ્રશ્ન એ છે કે સરકારી રેકોર્ડ મુજબ કોઈએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો નથી તો પછી અહીં આ પાદરીઓના કાર્યક્રમોને કેમ મંજૂરી આપવામાં આવી રહી છે? તેમણે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ કાયદેસર રીતે ખ્રિસ્તી બની શક્યો નથી. તેમનું કહેવું છે કે બંધારણમાં આદિવાસી સંસ્કૃતિને રક્ષણ આપવામાં આવ્યું હોવા છતાં આ વિસ્તારોમાં આટલી મોટી સંખ્યામાં ચર્ચ બનાવવામાં આવ્યા છે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ભાજપના ધારાસભ્ય શંકાના ઘેરામાં
આદિવાસીઓને ધર્માંતરણથી બચાવતી આ સંસ્થાએ સ્થાનિક ભાજપ ધારાસભ્ય મોહન કોંકણી અંગે પણ આશંકા વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો હતો કે મોહન કોંકણી એક કાર્યક્રમમાં હાજર હતા જ્યાં ખ્રિસ્તી ધર્માંતરણની ચર્ચા થઈ રહી હતી. તેમનો એક વીડિયો પણ વાયરલ થયો છે.
વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, “ધારાસભ્ય મોહન કોંકણીનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ ખ્રિસ્તીઓની ભાષા બોલી રહ્યા છે. તેઓ કટ્ટર ખ્રિસ્તી છે અને તેમને જોઈને ઘણા આદિવાસી લોકો પણ તેમના તરફ આકર્ષાઈ રહ્યા છે. મોહન કોંકણીના વીડિયોમાં ભગવાન ઈસુ અને માતા મેરી જેવા શબ્દોનો પણ ઉલ્લેખ છે.”
વાત આટલેથી અટકતી નથી પરંતુ ખ્રિસ્તી ધર્માંતરણના દરેક વિખવાદોમાં બને છે એમ મિશનરીઓએ સ્થાનિક મંદિરો તોડીને ત્યાં મધર મેરી અને ઈસુની મૂર્તિઓ સ્થાપિત કરી હોવાના આક્ષેપ પણ બિરસા સેનાના કાર્યકરોએ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ અનંત અંબાણી પગપાળા દ્વારકાધીશના દર્શને જશે: જન્મદિવસ દ્વારકાનગરીમાં ઉજવશે
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD