Pre-Open:ઇક્વિટી માર્કેટમાં સાવચેતભરી ચાલ જોવા મળે તેવી શક્યતા


મુંબઇ, 28 માર્ચ, 2025: ઇક્વિટી માર્કેટમાં ગઇકાલે તેજીવાળાના હેમરીંગ બાદ નરમાઇ બાદ વધીને આવેલ બજારમાં આજે સાવચેતીભરી ચાલ જોવા મળી શકે છે. તેનું મુખ્ય કારણ હાલમાં ગિફ્ટ નિફ્ટીમાં ખાસ કોઇ વધઘટ નથી અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઓટો પર 25 ટકાની આયાત ટેરિફ લાદતા ગઇકાલે અમેરિકન બજારોમાં બજારો ઘટીને બંધ આવ્યા હતા. જ્યારે એશિયન બજારો પણ નરમ છે. ત્યારે નિફ્ટીમાં હાલમાં રેસિસ્ટન્સ લેવલ 23,800 પર દેખાય છે અને સપોર્ટ લેવલ 23,400 પર છે. જો કે તેજીવાળાનું હેમરીંગ આજે પણ પ્રારંભિક ટ્રેડમાં જોવા મળે તેવુ એનાલિસ્ટો માને છે, જ્યારે બીજી બાજુ મંદીવાળા નફો ગાંઠે પણ બાંધી શકે છે. ગઇકાલે મંથલી એક્સપાયરી પર નિફ્ટી 23600ની આસપાસ અને સેન્સેક્સ 340 પોઇન્ટ વધીને બંધ આવ્યો હતો.
શુક્રવારે અમેરિકન ઇક્વિટીને પગલે એશિયન બજારો પર ઘટ્યા હતા. ટ્રમ્પની નીતિને કારણે વ્યાપક બની રહેલા વેપાર યુદ્ધ અમેરિકન અર્થતંત્રની વૃદ્દિને દબાવી દીધી છે. જાપાન અને દક્ષિણ કોરિયાના ઇન્ડેક્સ પણ એસએન્ડપી 500 અને નાડેક ઘટ્યા બાદ નરમ રહ્યા હતા. બજાર હાલમાં 2 એપ્રિલના રોજથી લાગુ પડતા રેસિપ્રોકલ ટેરિફ પૂર્વે સાવચેતીની ચાલ અપનાવી રહ્યુ છે.
પ્રાપ્ત આંકડાઓ અનુસાર વિદેશી ફંડો (એફઆઇઆઇ)એ રૂ. 11,111 કરોડની ખરીદી કરી હતી, ત્યારે ઘરેલુ સંસ્થાઓ (ડીઆઇઆઇ) પણ રૂ. 2517 કરોડની ખરીદી સાથે લેવાલ રહ્યા હતા. એનાલિસ્ટો જણાવે છે કે હાલમાં તેજીવાળાના પ્રવાહમાં ખેંચાવાનું મુશ્કેલી સર્જી શકે છે. તેથી દરેક રોકાણકારોએ લાંબી પોઝીશન ટાળીને નફો બુક કરતા રહેવું જોઇએ.