શેરબજાર લીલુંછમ થયું બંધ: સેન્સેક્સ 300 થી વધુ પોઈન્ટ ઉછળ્યો


નવી દિલ્હી, 27 માર્ચ: 2025: શેરબજારમાં આજે તેજી જોવા મળી છે. આજે એટલે કે ગુરુવાર (27 માર્ચ), સેન્સેક્સ 317 પોઈન્ટના વધારા સાથે 77,606 પર બંધ થયો. નિફ્ટી 105 પોઈન્ટ વધીને 23,591 પર બંધ થયો.એશિયન બજારોમાં જાપાનનો નિક્કેઈ0.93% ઘટ્યો છે જ્યારે હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 1.41% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.54% વધ્યો છે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ગ્રીન ઝોન પર બંધ થયું છે30 શેરો વાળા BSE સેન્સેટિવ ઇન્ડેક્સ સેન્સેક્સ 317.93 પોઈન્ટ વધીને 77,606.43 પોઈન્ટ પર પહોંચ્યો અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી 105.10 પોઈન્ટ વધીને 23591.95 પોઈન્ટ પર પહોંચ્યો. મોટી કંપનીઓની જેમ, BSE ની મિડ-કેપ અને સ્મોલ-કેપ કંપનીઓમાં પણ જોરદાર ખરીદી જોવા મળી.
સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ, એનટીપીસી અને ઇન્ડસઇન્ડ બેંક ટોચના વધ્યા હતા. આમાં લગભગ 3%નો વધારો થયો હતો. જ્યારે ટાટા મોટર્સ, સન ફાર્મા અને HULમાં ઘટાડો જોવા મળ્યો. ટાટા મોટર્સ 5.38% ઘટીને બંધ થયા. ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી ઓટો સૌથી વધુ 1.04% ઘટ્યો હતો. જ્યારે જાહેર ક્ષેત્રની બેંકો 2.50%, મીડિયા 1.52% અને રિયલ્ટી સેક્ટર 1.35% વધ્યા હતા.
આ પણ વાંચો..જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડને બે પ્રતિષ્ઠિત ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એવોર્ડ થયા પ્રાપ્ત