ટ્રેન્ડિંગમનોરંજન

ઐશ્વર્યા રાયની કારને નડ્યો અકસ્માત, બસે મારી ટક્કર

Text To Speech

મુંબઈ, 27 માર્ચ: 2025: બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાયનો એક નાનકડો અકસ્માત થયો છે. મુંબઈમાં 26 માર્ચે સાંજે આ અકસ્માત થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યાની કારને પાછળથી ટક્કર મારી હતી. ઐશ્વર્યાને કોઈ ઈજા થઈ નથી. તે સંપૂર્ણપણે ઠીક છે. અભિનેત્રીના નજીકના સૂત્રોએ પણ આ જ અપડેટ આપ્યું છે. ઉપરાંત, એવું પણ કહેવામાં આવ્યું છે કે ઐશ્વર્યા સ્વસ્થ છે અને કોઈ મોટી દુર્ઘટના બની નથી.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન આજકાલ પોતાની ફિલ્મો કરતાં પોતાના અંગત જીવનને કારણે વધુ ચર્ચામાં છે. આ દરમિયાન, મુંબઈના જુહુ વિસ્તારમાં તેમની લક્ઝરી કારનો અકસ્માત થયો, જેના કારણે તેમના ચાહકો ચિંતિત થઈ ગયા. પરંતુ સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. એક અધિકારીએ જણાવ્યું હતું. આ ઘટના બાદ ચાહકો ઝડપથી જમા થઇ ગયા હતા.

ઐશ્વર્યાની કાર અને બસ વચ્ચેની ટક્કરનો વીડિયો પાપારાઝીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો, વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે બસ ઐશ્વર્યાની કારના પાછળના ભાગે અથડાઈ હતી. તેમની સુરક્ષા ટીમ તરત જ કારમાંથી નીચે ઉતરી અને પરિસ્થિતિ જોઈ. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કારમાં કોઈ ડેન્ટ નથી. બસ ડ્રાઈવર સાથે વાત કર્યા બાદ વાહન આગળ વધ્યું અને બસ પણ તેના સ્થાને રવાના થઈ. ઐશ્વર્યાએ ગયા વર્ષે જ આ કાર ખરીદી હોવાનું કહેવાય છે તે તેનો પ્રીમિયમ ફ્રીચર્સ અને આરામ માટે જાણીતી છે.

આ પણ વાંચો….સલમાન ખાનની અસલી જિંદગીંમાં સિકંદર કોણ? ધમકીઓ પર એક્ટરે મૌન તોડ્યું

Back to top button