રામ ચરણના ચાહકોને RC 16ના ફર્સ્ટ લુક સાથે મળી બર્થ ડે ગિફ્ટ!


- RC 16ના ફિલ્મ નિર્માતાઓએ રામ ચરણને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ફિલ્મ ‘પેડ્ડી’ ના ટાઈટલની પણ જાહેરાત કરી છે
HD ન્યુઝ ડેસ્કઃ અભિનેતા રામ ચરણ અને જાહ્નવી કપૂરની મચ અવેઈટેડ ફિલ્મ ‘RC 16’ નો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. રામ ચરણના જન્મદિવસ નિમિત્તે ફિલ્મનો પહેલો લુક રિલીઝ કરવામાં આવ્યો હતો. આ સાથે ફિલ્મ નિર્માતાઓએ અભિનેતાને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ફિલ્મ ‘પેડ્ડી’ ના ટાઈટલની પણ જાહેરાત કરી છે.
27 માર્ચના રોજ, ફિલ્મના દિગ્દર્શક બુચી બાબુ સનાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મના પોસ્ટર્સ શેર કર્યા હતા. પોસ્ટના કેપ્શનમાં દિગ્દર્શકે અભિનેતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને લખ્યું છે, મારા પ્રિય રામ ચરણ સર, તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જો મારે એક શબ્દમાં કહેવું હોય તો, તમે ગોલ્ડ છો.
View this post on Instagram
પુષ્પા સાથે મળતો આવતો લુક
આ પોસ્ટરમાં રામ ચરણનો લુક પુષ્પા જેવો જ છે. પહેલા પોસ્ટરમાં, રામ ચરણ લાંબા વાળ, નાકની વીંટી, મોંમાં સળગતી બીડી અને ગુસ્સાથી ભરેલી આંખો સાથે જોવા મળે છે. જ્યારે બીજા પોસ્ટરમાં, રામ ચરણ હાથમાં હથિયાર સાથે ઉગ્ર મૂડમાં જોવા મળે છે. અભિનેતાનો આ લુક જોઈને, તેના ચાહકો ખૂબ જ આશ્ચર્યચકિત અને ખુશ દેખાઈ રહ્યા છે અને પોસ્ટ પર ટિપ્પણી કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
ફિલ્મના કલાકારો કોણ છે?
બુચી બાબુ સના દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં રામ ચરણ, જાહ્નવી કપૂર, શિવ રાજકુમાર, દિવ્યેન્દુ શર્મા અને જગપતિ બાબુ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું સંગીત પ્રખ્યાત સંગીત નિર્દેશક એ.આર. રહેમાને આપ્યું છે. બુચી બાબુ સનાએ આ ફિલ્મનું માત્ર દિગ્દર્શન જ નહીં રાઈટિંગ પણ કર્યું છે.
આ પણ વાંચોઃ સલમાન ખાનની અસલી જિંદગીંમાં સિકંદર કોણ? ધમકીઓ પર એક્ટરે મૌન તોડ્યું